________________
શંકા-સમાધાન
૨૩૯
સમર્થ ન હોય તે સૂર્યાસ્ત પહેલાં આહારનો ત્યાગ કરીને તિવિહાર કરી શકે. માટે ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે એમ જકાર પૂર્વક ન કહેવું જોઈએ. આજે જ્યારે અપવાદથી પણ ચોવિહાર-તિવિહાર કરનારા બહુ જ થોડા જોવા મળે છે ત્યારે ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીના ત્યાગનો આગ્રહ કેવી રીતે રાખી શકાય ? એથી જ સૂર્યાસ્ત સુધી વાપરનારને ચોવિહાર પચ્ચક્ખાણ થતું જ નથી એમ કેમ બોલાય ? હા, સૂર્યાસ્ત પછી વાપરનારને ચોવિહાર પચ્ચકખાણ ન થાય. આજે ઘડિયાળના આધારે સૂર્યાસ્ત ગણવામાં આવે છે. હવે કોઈ ઘડિયાળ બે-પાંચ મિનિટ મોડી પણ હોય. એથી સૂર્યાસ્ત પછી વાપરવાનો દોષ ન લાગે, એ માટે સૂર્યાસ્તથી પાંચ-દશ મિનિટ પહેલાં વાપરવાનું પૂર્ણ કરી દેવું જોઇએ.
શંકા- પ૬૮. સાધુએ સવારે નવકારશી વગેરે છૂટું પચ્ચક્ખાણ કર્યું, પછી બપોરના કે સાંજની પડિલેહણના સમયે તિવિહાર પચ્ચખાણ કરે તો તેને પ્રતિક્રમણ સમયે પાણહારનું પચ્ચખાણ કરાવાય કે ચોવિહારનું ? સમાધાન– પાણહારનું પચ્ચખાણ કરાવાય. શંકા- પ૬૯. સવારે નવકારશી આદિ ચોવિહાર અને પોરિસી આદિ તિવિહાર એકાસણું વગેરે કર્યું હોય તો પચ્ચખાણ પારવામાં કેવી રીતે બોલવું ?
સમાધાન– ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું ચોવિહાર, પોરિસી એકાસણું પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિએ કિટ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પોરિસી ચોવિહાર સામ્રપોરિસી તિવિહાર વગેરેમાં પણ આ પ્રમાણે બોલવું.
શંકા-૫૭૦. શ્રાવકોને અનુલક્ષીને એકાસણા વગેરેનું પચ્ચખાણ આપવા-બોલવામાં આવતા સૂત્રોમાં “સચિત્ત ન વાપરવું” એવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org