________________
૨૩૮
શંકા-સમાધાન
યોગ્ય જણાય છે. જો તિવિહારનું પચ્ચખાણ બપોરે ન કર્યું હોય, તો સાધુ મહાત્મા સાંજે ચઉવિહારનું અને શ્રાવક તો પોતાની ભાવના પ્રમાણે તિવિહાર કે ચઉવિહારનું પચ્ચક્ખાણ લે એમ જણાય છે.
શંકા- પ૬૫. એકાસણું-બિયાસણું ન કરનાર છૂટો શ્રાવક ગરમ પાણી પીતો હોય તો તે રાતે તિવિહાર-દુવિહાર કરી શકે કે ચોવિહાર જ કરી શકે ?
સમાધાન- અચિત્ત-ગરમ પાણી પીનાર શ્રાવકે રાતે ચોવિહાર પચ્ચક્ખાણ કરવું જોઇએ તેવી પરંપરા છે. (સનપ્રશ્ન ઉ. ૩પ્રશ્ન ૮૫૦)
શંકા- પ૬૬. જે શ્રાવકો દરરોજ પાણસ્સી વગેરે પચ્ચખાણ પૂર્વક ઉકાળેલું પાણી વાપરતા હોય અને નવકારશી વગેરે છૂટું પચ્ચખાણ કરતા હોય તે શ્રાવકોએ રાતે ચોવિહાર કરવો જોઈએ કે તિવિહાર પણ કરી શકે ?
સમાધાન- આવા શ્રાવકોએ મુખ્યતયા રાતે ચોવિહારનું જ પચ્ચકખાણ કરવું જોઈએ. પણ તેવા કોઈ શારીરિક અનિવાર્ય કારણથી તિવિહાર પણ કરી શકે. ઉકાળેલું પાણી રાતે જયાં સુધી ઉકાળેલા પાણીનો કાળ પહોંચતો હોય ત્યાં સુધી જ વાપરી શકાય તે ધ્યાનમાં રાખવું. (સેનપ્રશ્ન ૨-૧૮૭).
શંકા- પ૬૭. ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ?
સમાધાન જૈન ધર્મમાં ઉત્સર્ગ(=મુખ્ય) માર્ગ અને અપવાદ માર્ગ એમ બે માર્ગ છે. એટલે જેનામાં શક્તિ હોય તેણે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જોઇએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “રાત્રિભોજનના દોષોનો જાણકાર પુણ્યવંત આત્મા દિવસની પહેલી અને છેલ્લી બે ઘડી છોડીને શેષ ભાગમાં ભોજન કરે.” આ ઉત્સર્ગ માર્ગ છે, પણ બધા જીવો ઉત્સર્ગ માર્ગે ચાલવા સમર્થ ન હોય એથી જેનાથી સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહારપાણીનો ત્યાગ ન થઈ શકે તે અપવાદથી સૂર્યાસ્ત પહેલાં આહારપાણીનો ત્યાગ કરીને ચોવિહાર કરી શકે. જે ચોવિહાર કરવા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org