________________
શંકા-સમાધાન
૨૪૩ નથી. આ વ્રત આરંભ-સમારંભના પાપથી બચવા માટે છે. આથી આ વ્રત કરનાર રસોઈ વગેરે પાપપ્રવૃત્તિ ન કરે તે વધારે સારું ગણાય. પણ અનિવાર્ય સંયોગોમાં રસોઈ વગેરે કરે તો દેશાવગાશિક વ્રતનો ભંગ થાય એવું નથી.
શંકા– ૫૮૧. આજના મોટા ભાગના શ્રાવકો અને વિશેષ પ્રકારે શ્રાવિકાઓ ધર્મના રહસ્યને પામેલ હોતા નથી, તેથી કેવા નિયમ ધરાય અને કેવા નિયમ ન ધરાય એનું જ્ઞાન ન હોય ત્યારે વ્યાખ્યાનસભામાં “જેને જે નિયમ ધારવો હોય તે મનમાં ધારી લે, ધારણા અભિગ્રહનું પચ્ચકખાણ અપાય છે એવું જાહેર કરીને ધારણા અભિગ્રહનું પચ્ચખાણ આપી શકાય ખરું ?
સમાધાન- વ્યાખ્યાનમાં તે તે નિયમોનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઇએ. નિયમોને બરાબર સમજાવ્યા પછી જ પોતપોતાની ધારણા પ્રમાણે ધારણા અભિગ્રહ આપી શકાય.
શંકા- ૫૮૨. અભિગ્રહ અને ધારણા અભિગ્રહ આ બે જાતનાં પચ્ચકખાણમાં શો ભેદ છે ?
સમાધાન– ચાલુ વાતચીત કરવાની હોય ત્યારે અભિગ્રહ શબ્દનો પ્રયોગ થાય. જેમ કે મુમુક્ષુએ ક્ષણવાર પણ અભિગ્રહ વિના ન રહેવું જોઈએ, પણ જ્યારે અભિગ્રહ લેવાનો હોય ત્યારે અભિગ્રહનું પચ્ચકખાણ આપતી વખતે પચ્ચકખાણના સૂત્રમાં ધારણાભિગ્રહ એમ બોલાય, ધારણાભિગ્રહ એટલે મેં મનમાં જે રીતે ધારણા કરી છે તે રીતે હું અભિગ્રહનું પચ્ચખાણ કરું છું. અભિગ્રહ, નિયમ, બાધા એ બધા શબ્દોનો એક જ અર્થ છે. આમ અભિગ્રહ અને ધારણાભિગ્રહ એમ બે પ્રકારનાં પચ્ચખાણ નથી. પચ્ચકખાણ તો ધારણાભિગ્રહ એમ એક જ પ્રકારનું છે.
આયંબિલ સંબંધી શંકા-સમાધાન શંકા- ૫૮૩. આયંબિલની બે ઓળી શાશ્વતી છે, તો એ છઠ્ઠા આરામાં રહેશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org