________________
૨૪૮
શંકા-સમાધાન વિરાધનાનો મોટો પ્રશ્ન રહે છે. વર્તમાન કાળના શરીર બહુધા અસહનશીલ અને વિવિધ તકલીફવાળા હોવાથી વરસાદના અવસરે મોડા જવામાં તકલીફ થાય. નીવિ સામુદાયિક થતી હોવાથી વરસાદના સમયે ફરજિયાત નીવિની જયાં વ્યવસ્થા હોય ત્યાં જવુ પડે એથી વિરાધના થાય. આમ વિરાધનાને લક્ષમાં રાખીને સંભવ છે કે પૂર્વસૂરિઓએ ચાતુર્માસમાં દશેરા પહેલા ઉપધાન ન કરાવવાની પ્રથા શરૂ કરી હોય અને તે પ્રથા યોગ્ય જ છે. એટલે વિરાધનાને વિચારવામાં આવે તો વર્તમાનકાળ દશેરા પહેલા ઉપધાન ન થાય
એ જ યોગ્ય છે. દશેરા સુધીમાં જમીન સુકાઈ ગઈ હોય. વનસ્પતિ ઘણી ઓછી થઈ ગઈ હોય. આજે જેમ વિરાધનાની દષ્ટિએ દશેરા પછીથી ઉપધાન થાય એ યોગ્ય છે તેમ જ્યાં અનિવાર્ય કારણ સિવાય વાડાનો ઉપયોગ ન કરવો પડે તેવા ગામડા વગેરે સ્થાનોમાં ઉપધાન થાય તે હિતાવહ છે.
પૂર્વે ઉપધાન દશેરા પહેલાં થતા હતા, પણ માળ તો દશેરા પછી જ પહેરાતી હતી. કારણ કે માળપરિધાનની વિધિ નંદિપૂર્વક કરવાની હોય છે. દશેરા પહેલાં નંદિ થાય નહિ. આ દૃષ્ટિએ પૂર્વોક્ત પ્રતમાં “દશરાઠા પછી માળા પહેરવી સૂજે” એમ જે લખ્યું છે તે પણ બરોબર છે.
દશેરા પૂર્વે નંદિ ન થાય એ વિષે શ્રી હરિપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં ચોથા પ્રશ્નોત્તરમાં કહ્યું છે કે- માળારોપણની નંદી વિજયાદશમી પછી શુદ્ધ થાય એમ વૃદ્ધવાદ છે. ચોથા ઉલ્લાસના ૨૯મા પ્રશ્નોત્તરમાં પણ આ વિગત જણાવી છે.
શંકા- પ૯૨. ઉપધાન વિશિષ્ટ કોટિની આરાધનાનું અનુષ્ઠાન ગણાય. તેમાં વિધિની ચુસ્તતા આવશ્યક ગણાય. પણ વર્તમાનમાં કેટલેક સ્થળે જેમને નવકાર સિવાય કશું જ ન આવડતું હોય અને વિધિની કોઈ સમજ ન હોય તેવા ૮ વર્ષના કે ૭૦ વર્ષના મનુષ્યને ફોસલાવી-પટાવીને ઉપધાનમાં બેસાડવામાં આવતા હોવાનું જાણવા મળે છે. તેવાઓના ઉપધાન સાર્થક થાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org