Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૫૦ શંકા-સમાધાન પરમાત્માની ભક્તિ માટે છે. શ્રાવકે પરમાત્માની ભક્તિ સ્વદ્રવ્યથી કરવી જોઇએ. ઉપધાનમાં પ્રવેશ કરનાર નકરો આપે અને એ નકરો દેવદ્રવ્ય ખાતે લઈ જવાય. એટલે ઉપધાનમાં પ્રવેશ કરનારે દીપકનો અને ચોખાના સાથિયા કરવાનો ખર્ચ આપ્યો ગણાય. એથી પરમાત્માની ભક્તિ ઉપધાનમાં પ્રવેશ કરનારે સ્વદ્રવ્યથી કરી ગણાય. પરમાત્માએ બતાવેલા ઉપધાન જેવા ઉત્તમ અનુષ્ઠાનનો પ્રારંભ પરમાત્માની સમક્ષ પોતે કરી રહ્યો છે, એના આનંદની અભિવ્યક્તિરૂપે પરમાત્માને સમર્પણ કરવા માટે ઉપધાનનો નકરો હોય અને એથી જ એ રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાતી હોય એમ પણ સંભવે છે. શંકા- પ૯૫. અમારા બાજુના એક ગામમાં હમણાં ઉપધાનની આરાધના થઈ. એની અંદર પ્રથમ મુહૂર્તમાં પ્રવેશ કરનારાઓની ૪૫મા દિવસે અને બીજા મુહૂર્તમાં પ્રવેશ કરનારાઓની ૪૩મા દિવસે માળ થઈ. તો આમ થઈ શકે ? સમાધાન- (૧) સંપૂર્ણ ઉપધાન વર્તમાન વિધિ પ્રમાણે કરે તો ૪૭મા દિવસે માળ થઈ શકે. (૨) એક અઢારિયું મૂળ વિધિ પ્રમાણે કરે અને બાકીના ઉપધાન વર્તમાન વિધિ પ્રમાણે કરે તો ૪પમાં દિવસે માળ થઈ શકે. (૩) સંપૂર્ણ ઉપધાન મૂળ વિધિ પ્રમાણે કરે તો ૪૩મા દિવસે માળ થઈ શકે. (૪) વળી કારણે છકીયામાં પ્રવેશ કરાવીને તે જ દિવસે માળ થઈ શકે. તેથી ૪૩ દિવસ પહેલાં પણ માળ થઈ શકે. આમાં ઉપધાનની વિધિ કરાવનાર ગીતાર્થ ગુરુભગવંત ઉપધાન કરનારની શક્તિ આદિનો વિચાર કરીને જે યોગ્ય જણાય તે કરી શકે. શંકા- પ૯૬. પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકાર આદિ ધારણ કરી શણગાર સજીને ઉપધાનની માળ પહેરી શકે ? સમાધાન- પૌષધમાં શ્રાવિકા સૌભાગ્યના ચિહ્નરૂપ (મંગલસૂત્ર) આભૂષણ સિવાય કોઈ પણ આભૂષણ ન પહેરી શકે તથા અન્ય કોઈ પણ શણગાર ન સજી શકે. કારણ કે પૌષધમાં શરીર સત્કારનો સર્વથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320