Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 316
________________ શંકા-સમાધાન ૨૫૩ સમજાવવામાં આવે છે. આવું સ્પષ્ટ સમજાવ્યા પછી પણ કોઈ અયોગ્ય જીવો માતા-પિતા બની જાય અને રાત્રિભોજન વગેરે કરે તો તેમાં આચાર્ય ભગવંતનો કે અંજનશલાકાનો શો દોષ ? આજે ઉપધાન કરનારાઓમાં કોઇ કોઇ રાત્રિભોજન કરે, અભક્ષ્ય ભક્ષણ કરે, હોટલમાં જાય એવું બને છે. આમાં ઉપધાનની ક્રિયા કરાવનાર સાધુ વગેરેનો કે ઉપધાનનો શો દોષ ? માતા-પિતા બનવાને માટે અયોગ્ય જીવો પૈસાના બળે માતાપિતા બની જાય તે બરોબર ન ગણાય. પણ માતા-પિતા બનવાને લાયક જીવો બોલી બોલીને માતા-પિતા બને એથી સાધારણ વ્યક્તિઓ માતા-પિતા ન બની શકે તો તેમાં કશું અયોગ્ય થતું નથી. સાધારણ વ્યક્તિઓ ધન વિના થઈ શકતો ધર્મ કરી શકે છે. જે દાનધર્મ કરવા સમર્થ હોય તે દાનધર્મ કરે, જે શીલધર્મ (વ્રતનિયમો) કરવા સમર્થ હોય તે શીલધર્મ કરે. જે તપધર્મ કરવા સમર્થ હોય તે તપધર્મ કરે. જે દાનાદિ ત્રણેય કરવા સમર્થ ન હોય તે ભાવધર્મ કરે. જેને સાચી ધર્મની ભાવના થાય તે જીવ કોઈ પણ રીતે ધર્મ કરી શકે. એ માટે જ્ઞાનીઓએ બધા માર્ગો બતાવ્યા છે. બોલીના કારણે સાધારણ યોગ્ય વ્યક્તિઓ એ ધર્મથી વંચિત રહી જાય છે એમ બોલનારાઓ અજ્ઞાનતાથી અથવા તો ધર્મ પ્રત્યેની અરુચિથી બોલે છે. બોલી નહિ બોલી શકનારાઓ પણ બોલી બોલનારાઓની અનુમોદના કરીને આ લાભ મેળવી શકે છે. શંકા- ૬૦૪. રાત્રિભોજનનો ત્યાગી શ્રાવક રાતે બનાવેલો આહાર વાપરે તો રાત્રિભોજનના નિયમનો ભંગ થાય ? સમાધાન- રાત્રિભોજનના નિયમનો ભંગ ન થાય, પણ તેવા શ્રાવકે રાત્રે બનાવેલો આહાર ન વાપરવો જોઈએ. કારણ કે જીવવિરાધનાથી બચવા રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે છે. રાતે બનાવેલો આહાર વાપરવામાં જીવવિરાધનાનો દોષ તો ઊભો જ રહે છે. For Personal and Private Use Only WWW.jainelibrary.org Jain Educationa International

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320