________________
શંકા-સમાધાન
ત્યાગ કરવામાં આવે છે. માટે પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકારાદિ ધારણ કરી શણગાર સજીને ઉપધાનની માળ ન પહેરી શકે.
શંકા- ૫૯૭. ઉપધાનતપની માળ પ્રસંગે અને દીક્ષા પ્રસંગે રજોહરણ અપાયા બાદ પણ દીક્ષાર્થી સ્ત્રીના પરિવારના પુરુષો એને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે તે યોગ્ય છે ?
સમાધાન જરાય યોગ્ય નથી. નિશ્રાદાતા-દીક્ષાદાતા સાધુ આદિએ આવી પ્રથાનો સ્પષ્ટ નિષેધ કરવો જોઇએ. અન્યથા દેખાદેખીથી આની પરંપરા ચાલે.
શંકા- ૫૯૮. ઉપધાન કરનાર સ્ત્રી અથવા પુરુષને ઉપધાનતપ સંબંધી મોક્ષમાળા કોણ પહેરાવી શકે ?
૨૫૧
સમાધાન– ઉપધાન કરનાર સ્ત્રી અથવા પુરુષને જેના હાથે ઉપધાનતપ સંબંધી મોક્ષમાળા પહેરવાની ઇચ્છા હોય તે પહેરાવી શકે. આથી આચાર્યના હાથે પહેરવાની ઇચ્છા હોય તો આચાર્ય અને સાધુના હાથે પહેરવાની ઇચ્છા હોય તો સાધુ માળા પહેરાવી શકે. સ્વજનના હાથે પહેરવાની ઇચ્છા હોય તો સ્વજન પહેરાવી શકે.
શંકા— ૫૯૯. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા તરફથી પ્રકાશિત ચૈત્યવંદન ભાષ્યમાં ૩૦મી ગાથાના અર્થમાં ‘નવકાર સૂત્રની ઉપધાનક્રિયામાં એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ ક૨ીને ભણી શકાય છે એ ઉત્કૃષ્ટ વિધિ છે' એમ લખ્યું છે. આ કઇ રીતે સમજવું ?
સમાધાન– ઉપધાનમાં પ્રથમ ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ, પછી ૩ ઉપવાસ કરીને નવકાર ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ ઉત્કૃષ્ટવિધિ છે. આ રીતે ઉત્કૃષ્ટવિધિથી ૧૬ દિવસે પહેલું ઉપધાન પૂર્ણ થાય. તેમાં પહેલાના પાંચ ઉપવાસ ઉદ્દેશાના છે, પછીના આઠ આયંબિલ સમુદ્દેશના છે અને પછીના ત્રણ ઉપવાસ અનુજ્ઞાના છે. મહાનિશીથસૂત્રમાં પંચમંગલમહાશ્રુતસ્કંધના સમુદ્દેશમાં પ્રથમનાં પાંચ અધ્યયનો (પાંચ પદો) અને પછીના ત્રણ આલાપકો (ત્રણ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International