________________
૨૪૬
શંકા-સમાધાન
કે તેમાં મોણનો સ્પષ્ટ સ્વાદ આવે છે. જ્યારે રોટલીમાં મોણનો સ્વાદ આવતો નથી. જો રોટલીમાં પણ મોણનો સ્વાદ આવતો હોય, તો આવી રોટલી પણ આયંબિલમાં ન કલ્પે.
શંકા— ૫૮૭. તેલ વગેરેનો હાથ દઇને લોટના પિંડને મસળવામાં આવે, પછી તેની રોટલી, ખાખરા વગેરે બનાવવામાં આવે તો સાધુઓને આયંબિલમાં ખપી શકે ?
સમાધાન જો તેલ વગેરેનો સ્વાદ ન જણાય તેટલું અલ્પ તેલ વગેરે હોય તો ખપી શકે. સ્વાદ આવે તેટલું તેલ વગેરેથી બનાવેલા ખાખરા, રોટલી ન ખપે.
શંકા ૫૮૮. આંબળાનો પાવડર આયંબિલમાં ચાલે ? સમાધાન– ન ચાલે.
શંકા- ૫૮૯. આયંબિલમાં ખીચીયા-પાપડ વપરાય ?
સમાધાન– આયંબિલમાં ખીચીયા-પાપડ વાપરવાનો નિષેધ નથી. પણ ચોમાસામાં વરસાદના દિવસોમાં ન વાપરવા જોઇએ. કારણ કે તેમાં લીલ-ફૂગ થવાની ઘણી સંભાવના છે.
શંકા- ૫૯૦. દમની તકલીફવાળા દર્દીઓ માટે શ્વાસ લેવાના પંપ બે પ્રકારના હોય છે. એક પંપ પ્રવાહી દવાનો હોય છે. બીજો પંપ ગોળીના ચૂર્ણનો-ભૂક્કાનો આવે છે. આવા પંપનો અણાહારી દવાની જેમ આયંબિલ વગેરે તપમાં ઉપયોગ કરી શકાય ?
સમાધાન– પ્રવાહી દવાવાળા પંપનો આયંબિલ વગેરે પચ્ચક્ખાણમાં ઉપયોગ ન કરી શકાય. દવાના ચૂર્ણવાળા પંપમાં જો દવાનો અણાહારી દવાની જેમ સ્વાદ ન આવતો હોય તો આયંબિલ વગેરે પચ્ચક્ખાણમાં ઉપયોગ કરવાનો નિષેધ કરવો યોગ્ય જણાતો નથી. મારા જાણવા મુજબ દવાના ચૂર્ણવાળા પંપમાં દવાનો સ્વાદ આવતો નથી. એથી કોઇ કોઇ સાધુ પચ્ચક્ખાણમાં આવા પંપનો ઉપયોગ કરે છે. બીજી દૃષ્ટિએ વિચારવામાં આવે તો આવા પંપનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ ન છૂટકે જ કરે, ચાહીને સ્વાદ માટે તો ન જ કરે. આમ છતાં આ બાબતની સાર્વત્રિક છૂટ તો ન જ અપાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org