________________
૨૪૨
શંકા-સમાધાન વગેરે) વ્યવહાર થવાની શક્યતા નથી એ ક્ષેત્રની અપેક્ષાએ “તિવિહં તિવિહેણું” પચ્ચકખાણ કરી શકાય. જે ક્ષેત્રમાં પોતાનો વ્યવહાર થવાની શક્યતા છે તે ક્ષેત્રની અપેક્ષાએ(=ભરતક્ષેત્રના મધ્યખંડની અપેક્ષાએ) “તિવિહં તિવિહેણું” પચ્ચકખાણ ન કરી શકાય. (શ્રાવકધર્મવિધિ પ્રકરણ ગાથા ૭૬ વગેરે).
શંકા- પ૭૯. ૧૪ નિયમમાં ઘરેણાં, કાંસકો, વાસણ વગેરે વસ્તુ શેમાં ધારવી ?
સમાધાન ચૌદ નિયમો સામાન્યથી જણાવ્યા છે. વિશેષથી તે સિવાય બીજી પણ વસ્તુઓના નિયમ લઈ શકાય. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, “આ ચૌદ નિયમો ઉપલક્ષણથી જાણવા. બીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઓનું નામ-સંખ્યા-વજન વગેરેથી પ્રમાણ નક્કી કરવું. આથી ચૌદ નિયમો ધારતી વખતે ચૌદ નિયમ ઉપરાંત ઘરેણાં વગેરે વસ્તુ પણ ધારી શકાય. ચૌદ નિયમ સિવાય બીજું ઘરેણાં વગેરે જે કંઈ ધારવામાં આવે તે બધું દેશાવગાસિકના પચ્ચકખાણમાં આવી જાય. તેના માટે અલગ પચ્ચખાણ લેવાની જરૂર નથી. શંકા– ૫૮૦. દશમું દેશાવગાશિક વ્રત કરવાનો શો વિધિ છે? સમાધાન– વર્તમાનમાં દેશાવગાશિક વ્રતમાં સવાર-સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા આઠ સામાયિક એમ દશ સામાયિક ઓછામાં ઓછા એકાસણાના તપ પૂર્વક કરવાની આચરણા છે. સવાર-સાંજ પ્રતિક્રમણ અને બીજા આઠ સામાયિક કરે, પણ જો ઓછામાં ઓછું એકાસણું પચ્ચકખાણ ન કરે તો દેશાવગાશિક વ્રત ન ગણાય. આ વ્રત કરનારે સવારે દેશાવગાશિક વ્રતનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ વ્રતમાં ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચખાણ હોવાથી પીવામાં ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરી શકાય. પણ વાપરવામાં (સ્નાન વગેરેમાં) ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ એવો નિયમ નથી. તથા કાળના સમયમાં પોસાતીની જેમ કામળી ઓઢીને જ બહાર જવું જોઈએ, એવો પણ નિયમ નથી. રસોઈ ન કરી શકાય એવો પણ નિયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org