________________
૨૪૦
શંકા-સમાધાન
નિયમ આવતો નથી. તો પછી શ્રાવકોને એકાસણ વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી કેમ ન ખપે ?
સમાધાન- પાપભીરુ શ્રાવક પોતાનો જીવન-નિર્વાહ કેવા આહારથી કરે એમ જણાવતાં કહ્યું છે કે, “નિર્દોષ(પોતાના માટે ન બનાવેલ) અને પ્રત્યેક (વનસ્પતિકાયથી) મિશ્ર એવા અચિત્ત આહારથી જ જીવનનિર્વાહ કરવામાં તત્પર રહે એવા સુશ્રાવકો હોય છે.”
આમ જો છૂટા શ્રાવકે પણ અચિત્ત આહાર વાપરવો જોઈએ, તો એકાસણા વગેરે પચ્ચકખાણમાં તો સુતરાં અચિત્ત આહાર વાપરવો જોઈએ. આથી શ્રાવકોને એકાસણા વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી ન ખપે.
શંકા-પ૭૧. એકાસણાના પચ્ચકખાણમાં પ્રવાસ પર્વવર્ એમ બોલાય, પણ આયંબિલના પચ્ચખાણમાં આયંબિલ ભેગું એકાસણું આવી જતું હોવાથી પાસ પર્વવરવાડું બોલવાની શી જરૂર?
સમાધાન- આયંબિલના પચ્ચક્ખાણમાં માર્યાવિત્ન પન્નવાડું એમ બોલવાથી આયંબિલનું જ વાપરવું એટલું જ પચ્ચકખાણ થાય છે પણ આયંબિલનું કેટલી વાર વાપરવું એનું પચ્ચકખાણ થતું નથી. આયંબિલનું એક જ વાર વાપરવું એવું પચ્ચખાણ કરવા માટે “દાસ પર્વતીરૂ” એમ બોલવાની જરૂર છે. આ જ વિગત નીધિમાં પણ સમજવી.
શંકા– ૫૭૨. લુખ્ખીનીવિ એકાસણું હોય તો લીલું શાક ખાવું કહ્યું કે નહિ ?
સમાધાન– લુખ્ખીનીવિના પચ્ચકખાણમાં લીલું શાક ન કલ્પ.
શંકા- પ૭૩. તે દિવસનું તળેલું પકવાન્ન કડા વિગઈના પચ્ચખાણવાળાને કહ્યું કે નહિ.
સમાધાન- તે દિવસનું તળેલું પકવાન્ન કડાવિગઈના પચ્ચકખાણવાળાને જો પચ્ચકખાણ કરવાના સમયે છૂટું રાખ્યું હોય તો કલ્પ છે તે સિવાય નહિ એવી પરંપરા છે. (હીરપ્રશ્ન ચોથો પ્રકાશ પ્ર.૭૨માંથી અક્ષરશઃ ઉદ્ધત)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org