Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 304
________________ શંકા-સમાધાન ૨૪૧ શંકા— ૫૭૪. તેલ વિગઇના ત્યાગમાં (તલ, સરસવ, અલસી, કુસુંબીનું તેલ એ) ચાર પ્રકારના તેલ સિવાય બાકીના વાપરી શકાય ? સમાધાન– વાપરી શકાય. શંકા— ૫૭૫. બજા૨માં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપના૨-લેનાર બંને શું દોષના ભાગી બને ? સમાધાન– બંને દોષના ભાગી બને. કારણ કે બંને અવિધિના પોષક બને છે. શંકા- ૫૭૬. જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય કે નહિ ? સમાધાન– પચ્ચક્ખાણ સ્થાપનાજી સમક્ષ પારવું જોઇએ. તેવા વિશિષ્ટ કારણથી જિનમૂર્તિ સમક્ષ પણ પા૨ી શકાય પણ એક ઇરિયાવહિયં ઓછી ક૨વી પડે એ હેતુથી જિનમૂર્તિ સમક્ષ પચ્ચક્ખાણ ન પારી શકાય. કારણ કે જિનભક્તિ સિવાય એક મિનિટ પણ વધારે સાધુ-શ્રાવકથી દેરાસરમાં ન રહી શકાય. શંકા— ૫૭૭. શ્રાવકોને પારિટ્ઠાવણિયા આગાર (વધેલો આહાર પરઠવવો પડે તો વાપરવાની છૂટ) ન હોય. તો પછી તેમને એકાસણા આદિનું પચ્ચક્ખાણ આપવામાં પારિકાવણિયાગારેણું કેમ બોલાય છે ? સમાધાન– પચ્ચક્ખાણના સૂત્રનો પાઠ ખંડિત ન થાય એ માટે બોલાય છે. શંકા- ૫૭૮. શ્રાવક “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી પાપના ત્યાગનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ? સમાધાન— સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું ઇત્યાદિ (અસંભવિત) વિશેષ પ્રકારનું પચ્ચક્ખાણ “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી લઇ શકે, પણ સામાન્યથી ન લઇ શકે. તથા આમાં બીજો પણ એક અપવાદ આ પ્રમાણે છે- ‘ગૃહસ્થ પણ પોતાના ક્ષેત્રથી(=ભરતક્ષેત્રના મધ્યખંડથી) બહારના ક્ષેત્રની અપેક્ષાએ “તિવિહં તિવિહેણું” પચ્ચક્ખાણ કરી શકે છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે જે ક્ષેત્રમાં પોતાનો (વસ્તુની આપ-લે કરવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320