Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 300
________________ શંકા-સમાધાન ૨૩૭ કર્યું હોય તો પચ્ચક્ખાણ આવ્યા પહેલાં આગળ વધી શકાય, આવ્યા પછી નહિ. આમ શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. શંકા- ૫૬૦, સાંજે દુવિહારના પચ્ચક્ખાણવાળો આરાધક કાથા ચુનાવાળું પાન તથા તેના ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય કે નહિ ? સમાધાન— ન થાય. પણ મધ્યરાત્રિ પછી(-લગભગ ૧૨ વાગ્યા પછી) ના વાપરી શકાય. શંકા- ૫૬૧. દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે કે નહિ ? સમાધાન– દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસથી ભાવિત સૂંઠ કલ્પી શકે નહિ. (વિ.પ્ર.વિ.૨ પ્ર.૧૪) (હીરપ્રશ્ન જો પ્રકાશ૨૦મો પ્રશ્ન) શંકા— ૫૬૨. ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકાર સહિયંના પચ્ચક્ખાણમાં પાણી વાપરી શકાય ? સમાધાન– ઉપવાસમાં પાણહાર નમુક્કારસહિયં પચ્ચક્ખાણ લઇને નવકારશીમાં પણ પાણી વાપરી શકાય. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૧૨૩) શંકા- ૫૬૩. સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ? સમાધાન– સાંજે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા) સુધી પાણી વાપરી શકે છે અને જેટલી વાર પાણી વાપરવું હોય, તેટલી વાર પાણી વાપરી શકે છે. આમાં કાળનું નિયમન-મર્યાદા છે, પણ કેટલી વખતની મર્યાદા નથી. શંકા- ૫૬૪. સાધુએ કે શ્રાવકે નવકારસહિયંનું પચ્ચક્ખાણ કર્યું હોય અને પછી તિવિહારનું પચ્ચક્ખાણ લઇ લીધું હોય તો, સાંજના તે કયું પચ્ચક્ખાણ લે ? સમાધાન– પાણાહારનું પચ્ચક્ખાણ લે. કેમ કે તેણે ત્રણ આહારના ત્યાગનું પચ્ચક્ખાણ તો લઇ લીધું છે, કેવળ પાણીના ત્યાગનું પચ્ચક્ખાણ બાકી રહે છે. માટે તે પાણાહારનું પચ્ચક્ખાણ લે, એ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320