________________
શંકા-સમાધાન
૨૩૫
સમાધાન- ૩ સૂરે અને સૂરે ૩૫TU એ બંને પાઠનો “સૂર્યોદયથી પ્રારંભીને એવો સમાન અર્થ છે. પણ જે કાળ પચ્ચકખાણમાં ૩ સૂરે બોલાય છે તે પચ્ચક્ખાણો સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય. જેમાં સૂરે એવો પાઠ બોલાય છે તે પચ્ચકખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય એ જણાવવા માટે આવો પાઠભેદ છે.
શંકા- પપ૩. ૩૫૫ સૂર રોહિં મુસિહાં પર્વવરવાડુ ૩ સૂરે વત્રિદં માહાર... એમ ફરી ૩૫સૂરે બોલવાની શી જરૂર છે ?
સમાધાન– ફરી “ સૂર” એમ બોલવાની જરૂર ન હોવા છતાં આચરણાથી ફરી ૩ સૂરે બોલાય છે.
શંકા- ૨૫૪. નવકારશીનું પચ્ચખાણ કરવું હોય તો રાત્રિભોજન અંગે કઈ મર્યાદા છે ?
સમાધાન- જેણે નવકારશીનું પચ્ચક્ખાણ કરવું હોય તેણે મોડામાં મોડું મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા) પછી કશું ય ખાવું-પીવું ન જોઈએ. મધ્યરાત્રિ સુધી ખાવું-પીધું હોય તો પણ સવારે નવકારશીનું પચ્ચખાણ થઈ શકે. મધ્યરાત્રિ પછી જરા પણ ખાધું હોય કે પાણી પીધું હોય તો નવકારશીનું પચ્ચક્ખાણ ન થઈ શકે. શ્રાવકે પ્રથમ નંબરમાં રાતે ચોવિહાર (આહાર-પાણીનો સર્વથા ત્યાગ) કરવો જોઇએ અને સવારે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. બીજા નંબરમાં રાતે તિવિહાર (ભોજનનો ત્યાગ અને પાણીની છૂટ) અને સવારે નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. ત્રીજા નંબરમાં રાતે ચોવિહાર-તિવિહાર ન થઈ શકે તો પણ મધ્યરાત્રિ પછી કંઈ પણ ખાવું-પીવું ન જોઈએ અને સવારે નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. રાતે તિવિહાર કરનાર મધ્યરાત સુધી ગમે તેટલીવાર પાણી પી શકે છે. રાતે તિવિહાર કરનાર જો મધ્યરાત્રિ પછી પાણી પીએ તો નવકારશીનું પચ્ચકખાણ ન કરી શકે.
શંકા- પપ૫. શ્રાવકો નવકારસી વગેરે પચ્ચકખાણ કેટલા નવકાર ગણીને પારે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org