________________
૨૩૪
શંકા-સમાધાન શાસ્ત્રોમાં જોવા મળે છે પણ એ માટે તપ કરવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં નથી અને તેથી તેની કોઈ વિધિ પણ નથી.
શંકા ૫૪૮. અતિથિસંવિભાગ દ્રત કરવું હોય તો ચોવિહાર ઉપવાસ સહિત પૌષધ કરવાનો કે તિવિહાર ચાલે ?
સમાધાન- અતિથિસંવિભાગ વ્રતમાં પૌષધમાં મુખ્યવૃત્તિએ શક્તિ હોય તો ચોવિહાર ઉપવાસ કરવો જોઈએ. શક્તિ ન હોય તો તિવિહાર ઉપવાસથી પણ વ્રત કરી શકે છે.
શંકા– ૫૪૯. શનિ વગેરે ગ્રહોની રાશિ પરાવર્તનનો આ દિવસ છે, એવું જાણીને જેઓ જિનેશ્વરની પૂજા કે આયંબિલ વગેરે કરે, તેઓનું સમકિત મલિન બને કે નહિ ?
સમાધાન- શનિ વગેરેની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ પૂજા વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય એવું જાણ્યું નથી. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૩૦૨)
શંકા- ૫૫૦. પફખી ચોમાસી વગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી શકાય ?
સમાધાન શક્તિ મુજબ તે તપો જલદી જ પૂરા થાય તેમ કરવું જોઇએ, કાલનિયમ ગ્રંથમાં જાણ્યો નથી. (એનપ્રશ્ન પ્ર.૮૮૦).
શંકા- ૫૫૧. ઉકાળેલું પાણી એ.સી. ચાલુ હોય તે ગાડીમાં મૂક્યું હોય તો ઉકાળેલું પાણી પીતા હોય તેને અથવા તો વર્ષીતપ આદિ કરતા હોય તેને એ પાણી ખપે ?
સમાધાન- સમજુ શ્રાવક-શ્રાવિકાઓએ આવું ન કરવું જોઇએ, આમ છતાં તેવા સંયોગોમાં તેમ કરવું જ પડે તો તે પાણી સચિત્ત બનતું નથી, એથી વાપરવામાં બાધ જણાતો નથી.
પચ્ચકખાણ સંબંધી શંકા-સમાધાન શંકા- પપર. પોરિસી વગેરે પચ્ચકખાણમાં ૩ | સૂર અને પુરિમઠ વગેરેમાં સૂર ૩૫ બોલાય છે. આ પાઠભેદમાં શું પ્રયોજન છે? ૩ સૂર અને સૂરે ૩ એ બેમાં અર્થનો ભેદ છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org