________________
૨૩૨
શંકા-સમાધાન શંકા– ૫૪૨. ઓળીની અસજઝાયમાં (પહેલા ત્રણ દિવસમાં) કરેલો તપ ભવ-આલોચના તથા બીજી આલોચનામાં ગણાય ? એટલે આ તપ આલોચનામાં વાળી શકાય ?
સમાધાન- ચૈત્રી અને આસોની ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલો તપ ભવ-આલોચનામાં ન ગણાય. તેમજ એ ત્રણ દિવસમાં કરેલો તપ કોઈ પણ પ્રકારની આલોચનામાં ન ગણાય કે ન વાળી શકાય.
શંકા- ૫૪૩. ઉપવાસ આદિ પચ્ચકખાણમાં શ્વાસ માટેની શીશી સૂઘાય કે નહિ ? આમાં કોઇ કોઇવાર પાવડર નાક વાટે મોંમાં આવી જતો હોય છે. આ જ રીતે નાક-આંખમાં દવાના ટીપાં નંખાય કે નહિ ? આ દવા મોં વાટે ક્યારેક પેટમાં પણ જતી હોય છે.
સમાધાન– ભોજન વગેરેના દરેક પચ્ચખાણમાં “સહસાગારેણં” એવો આગાર(8છૂટ) હોય છે. એનો અર્થ એ છે કે જેનું પચ્ચખાણ હોય તે વસ્તુ સહસા મુખમાં જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય. જેમ કે ઉપવાસના પચ્ચકખાણ વાળી બહેન છાશનું વલોણું કરે છે. વલોણું કરતાં છાશનો છાંટો મોઢામાં સહસા પડી જાય તો તેના પચ્ચખાણનો ભંગ થતો નથી. તે રીતે પ્રસ્તુતમાં પાવડર વગેરે કોઈ વાર મોંમાં આવી જાય તો પચ્ચખાણનો ભંગ થતો નથી. પાવડર વગેરે મોંમાં આવી જાય તો તુરત બહાર થુંકી નાખવું જોઇએ, જેથી તે પેટમાં ન જાય. જેવી રીતે કોઈના દાંતમાં ભરાઈ ગયેલ અનાજનો અંશ બહાર આવે તો તેને ગળી ન જતાં બહાર થુંકી નાખવું જોઈએ તે રીતે પાવડર વગેરે મોંમાં જાય તો તુરત ઘૂંકી નાખવું જોઇએ. આમ કરવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય. આવી યતનાપૂર્વક ઉપવાસ આદિ પચ્ચક્ખાણમાં શ્વાસ માટેની શીશી સૂંઘી શકાય અને નાક-આંખમાં દવાના ટીપાં નાખી શકાય. આવો પાવડર કે દવાના ટીપા અણાહારી પાવડર કે દવાની જેમ સ્વાદરહિત હોવા જોઇએ.
શંકા- ૫૪૪. અધિક માસમાં (શ્રાવણ કે ભાદરવો માસ અધિક હોય ત્યારે) બે માસી તપ ક્યારથી શરૂ કરવો ? અષાઢી ચૌદસ કે શ્રાવણી ચૌદસથી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org