________________
શંકા-સમાધાન
૨૩૧ ઉત્કૃષ્ટ ન બને, તો તીર્થંકર નામકર્મ ન બંધાય. વશ સ્થાનક તપની આરાધના અને સવિ જીવ કરું શાસનરસી એવી ભાવના આ બેમાં સવિ જીવ કરું શાસન રસી એ ભાવના મુખ્ય છે.
શંકા- પ૩૭. એકાસણાનું કે આયંબિલનું પચ્ચખાણ પાર્યા પછી ઉપવાસ કરવાની ભાવના થાય તો ઉપવાસનું પચ્ચકખાણ કરી શકાય?
સમાધાન ન કરી શકાય. હવેથી મારે આજે વાપરવું નહિ એ પ્રમાણે ધારણાભિગ્રહ લઈ શકાય. આવા ધારણાભિગ્રહથી પણ ઘણો લાભ થાય છે.
શંકા- ૫૩૮. રાતે નવ-દશ વાગ્યા સુધી ખાધું હોય તો બીજા દિવસે એકાસણું વગેરે પચ્ચખાણ થઈ શકે કે નહિ ?
સમાધાન- રાતે આ રીતે ખાવું યોગ્ય નથી. છતાં ખાધું પીધું હોય તો પણ બીજા દિવસે એકાસણું વગેરે કોઈ પણ પ્રકારનું પચ્ચકખાણ થઈ શકે. બાર વાગ્યા પછી ખાધું પીધું હોય તો બીજા દિવસે કોઈ પણ પ્રકારનું પચ્ચકખાણ ન થઈ શકે.
શંકા- પ૩૯. ચાલતી ગાડીએ એકાસણું-બિયાસણું થઈ શકે ? સમાધાન– ન થઈ શકે. શંકા- ૫૪૦. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ એકાસણા આદિ તપ અંતરાયમાં કર્યો હોય તો ગણતરીમાં ગણાય ?
સમાધાન અંતરાયમાં નવો તપ શરૂ કરાય નહિ. પણ નિયત તપ એટલે નવપદ આદિ ઓળી, બીજ, રોહિણી આદિ તપ ચાલુ હોય તો તે ગણતરીમાં લેવાય છે. તપ સંબંધિત સાથિયા-કાઉસ્સગ્નખમાસમણા આદિ ક્રિયા શુદ્ધિ થયા બાદ કરી આપવી જોઇએ. શંકા- ૫૪૧. શુદ્ધ આયંબિલ કોને કહેવાય ?
સમાધાન- રાંધેલા અનાજની ઉપર બે-ત્રણ કે ચાર આંગળ પ્રમાણ પાણી હોય તો તે આયંબિલ શુદ્ધ કહેવાય છે અને તે સર્વકષ્ટને હરનાર છે. (લઘુપ્રવ.સા. ગાથા ૧૧૧). વર્તમાનમાં ભાતની ઉપર બે-ત્રણ કે ચાર આંગળ પ્રમાણ પાણી હોય તો શુદ્ધ આયંબિલ ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org