________________
૨૩૬
શંકા-સમાધાન
સમાધાન- સેનપ્રશ્ન ઉલ્લાસ ૨ પ્રશ્ન ૩પર માં છૂટા શ્રાવકો નવકારસી વગેરે પચ્ચક્ખાણ અવિચ્છિન્ન પરંપરાથી ત્રણ નવકાર ગણીને પારે છે એવા ભાવનું જણાવ્યું છે. શ્રાવકના પાક્ષિક અતિચારમાં તપાચારના અતિચારમાં “બેસતાં નવકાર ન ભણ્યો” એવો પાઠ છે.
શંકા- પપ૬. છૂટા શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણ નવકાર ગણીને પારે છે તેનો પાઠ કોઇ શાસ્ત્રમાં છે?
સમાધાન- છૂટા શ્રાવકો એક નવકાર ગણીને નવકારશી વગેરે પચ્ચકખાણ પારે એવો કોઈ પાઠ જોવા જાણવામાં આવ્યો નથી, પણ તેવો વ્યવહાર જોવામાં આવે છે. કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ ત્રણ નવકાર ગણીને પણ પારે છે એવું જોવા મળે છે.
શંકા- પપ૭. જેણે રાત્રે ખાધું પીધું હોય તે બીજા દિવસે નવકારસહિયં વગેરે પચ્ચખાણ કરી શકે કે નહિ? અથવા પૌષધ લઈ શકે કે નહિ ?
સમાધાન– જેણે મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા સુધી) ખાધુંપીધું હોય તે બીજા દિવસે નવકારસહિય વગેરે તપનું પચ્ચક્ખાણ કરી શકે અને પૌષધ પણ લઈ શકે. મધ્યરાત્રિ પછી ખાધું પીધું હોય તો બીજા દિવસે કોઈપણ પચ્ચખાણ કે પૌષધ પણ ન લઈ શકે.
શંકા– ૫૫૮. સવારે ૧૦ વાગીને ૧૦ મિનિટે કોઈ એકાસણા આદિનું પચ્ચખાણ માગે તો નમુક્કારસહિયં બોલવું જરૂરી છે ? સમાધાન- જરૂરી નથી. શંકા– ૫૫૯. સૂર્યોદય પહેલાં નવકારશી આદિનું પચ્ચખાણ કર્યું હોય. હવે નવકારશી આદિનો સમય થઈ ગયા પછી પચ્ચકખાણ પાર્યા પહેલાં પોરિસી આદિ પચ્ચક્ખાણમાં આગળ વધવું હોય તો વધી શકાય ?
સમાધાન– નવકારશીનું પચ્ચખાણ કર્યું હોય તો પચ્ચકખાણ આવ્યા પછી પણ આગળ વધી શકાય. પણ પોરિસી વગેરેનું પચ્ચકખાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org