________________
શંકા-સમાધાન
૨૨૭
છે. આથી છ માસથી અધિક સળંગ તપની અનુમોદના કરી શકાય નહિ. છ માસથી અધિક સળંગ તપની અનુમોદના કરનાર અરિહંતની આજ્ઞાનો ભંગ કરવા સાથે અરિહંતની આશાતના કરે છે.
શંકા— ૫૨૮. પંચમી આદિ તપ કરતા હોય અને ભૂલથી તપના દિવસે તપ કરવો રહી જાય અથવા તો શારીરિક કારણથી ન થઇ શકે તો શું કરવું ?
સમાધાન– ભૂલથી રહી ગયું હોય તો બીજા દિવસે એ તપ કરી આપવો અને એક દિવસ વધારે કરી આપવો. જેમકે કોઇ સુદ પાંચમનો તપ કરતું હોય તો એ તપ પાંચ વરસ અને પાંચ મહિના કરવાનો હોય છે. ઉક્ત કારણોસર એ તપ રહી ગયો હોય, તો પાંચ વરસ ને છ મહિના સુધી એ તપ કરી આપવો. તે રીતે જેટલા દિવસોમાં એ તપ રહ્યો હોય એટલા આગળ વધારે કરી આપવા જોઇએ. પણ વ્યવહારિક પ્રસંગોને સાચવવા તપના દિવસે તપ ન કરે તો એ તપ ભાંગે અને ફરી પહેલેથી કરવો જોઇએ.
શંકા— ૫૨૯. પંચમીતપ ઉચ્ચર્યો હોય પણ ભાદરવા સુદ-૪ નો ઉપવાસ કર્યો હોવાથી ભા.સુ. ૫ ના ઉપવાસ ન થઇ શકે તો શું કરવું ?
સમાધાન— જેનાથી સંવત્સરીનો ઉપવાસ કરવાના કારણે પાંચમનો ઉપવાસ ન થઇ શકે તેના માટે સંવત્સરીનો ઉપવાસ પંચમીની અંદર ગણાય. આવો ખુલાસો હીરપ્રશ્નગ્રંથમાં કર્યો છે. અહીં પૂ.આ.શ્રી હીરસૂરિ મહારાજે ઉદયાત્ પંચમીનો તપ પણ ચોથના તપમાં સમાવેશ કરીને પાંચમ કરતાં ચોથની મહત્તા બતાવી છે તેથી જ પંચમીની ક્ષયવૃદ્ધિએ ચોથને બદલવી એ બરોબર નથી એમ સિદ્ધ થાય છે.
શંકા— ૫૩૦. એક મહાપુરુષનું કહેવું એવું હતું કે વર્ષીતપનો પ્રારંભ છઠ્ઠથી જ કરવો જોઇએ અને છઠ્ઠ ફાગણ વદ સાત-આઠમનો ક૨વો જોઇએ પણ તમામ તપાવલીઓમાં છઠ્ઠનું વિધાન નથી, ઉપવાસનું વિધાન છે. તો આ અંગે સત્ય શું ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org