________________
૨ ૨૮
શંકા-સમાધાન સમાધાન- બંને કથન સત્ય છે. વર્ષીતપ આદિનાથ ભગવાને દીક્ષાના પ્રારંભથી જ ૪૦૦ ઉપવાસ કર્યા હતા એને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. આપણે એકી સાથે ૪૦૦ ઉપવાસ કરી શકીએ નહિ અને શાસ્ત્રમાં પણ નિષેધ છે. તેથી તેના અનુકરણ રૂપે એકાંતરે બિયાસણા આદિપૂર્વક ઉપવાસ આદિથી વર્ષીતપ કરવામાં આવે છે. આદિનાથ ભગવાને દીક્ષા વખતે સાતમ-આઠમનો છઠ્ઠ કર્યો હતો. આથી જેનામાં શક્તિ હોય તેણે સાતમ-આઠમના છઠ્ઠ પૂર્વક વર્ષીતપનો પ્રારંભ કરવો જોઈએ. પણ જેનામાં શક્તિ ન હોય તે ઉપવાસપૂર્વક પણ વર્ષીતપનો પ્રારંભ કરી શકે. આ રીતે એક મહાપુરુષનું કથન અને તપાવલી ગ્રંથોનું કથન પણ ઘટી શકે છે. ટૂંકમાં છઠ્ઠ કરનારે સાતમ આઠમનો છઠ્ઠ કરવો જોઈએ. નોમે પ્રથમ બિયાસણ આવવું જોઇએ. કોઈ આઠમ-નોમનો છઠ્ઠ કરે એ બરાબર ન ગણાય.
શંકા- ૫૩૧. ઋષભદેવ પ્રભુના જીવે પૂર્વભવમાં બળદોને આહારથી વંચિત રાખ્યા, એના કારણે એમને તીર્થકરના ભવમાં ૧ વર્ષ સુધી આહારની પ્રાપ્તિ ન થઈ, આપણે તેના અનુકરણ રૂપે વર્ષીતપ કેમ કરીએ છીએ ? જો કર્મનિર્જરા માટે કરતા હોઈએ, તો કર્મનિર્જરા તો બીજી આરાધનાથી પણ થઈ શકે.
સમાધાન– શાસ્ત્રોમાં તીર્થકરનું આલંબન લઇને વિવિધ પ્રકારના તપો બતાવ્યા છે. એ વિવિધ પ્રકારનાં તપોમાં આ પણ એક તપ દર્શાવેલ છે. આમ છતાં કોઈ નિર્જરા માટે બીજી પણ આરાધના કરે, તો તેનો શાસ્ત્ર નિષેધ કરતું નથી. કર્મ નિર્જરા માટે જેને જે વિહિત અનુષ્ઠાન કરવું હોય તે કરી શકે છે.
શંકા- ૫૩૨. વર્ષીતપમાં બંને સમય (સવાર-સાંજ) પ્રતિક્રમણ કરવું જ જોઈએ ? સમાધાન- વર્ષીતપમાં બંને સમય પ્રતિક્રમણ કરવું જોઇએ. શંકા- પ૩૩. ભાવ વિના કરેલો તપ સંસારપરિભ્રમણનું કારણ છે એમ કહ્યું છે. શ્રી રત્નશેખર સૂરિજી વિરચિત સિરિવાલ કહા ગ્રંથમાં જો ભાવ વિના કરેલ તપને સંસારપરિભ્રમણનું કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org