________________
૨૨૬
શંકા-સમાધાન
શંકા- ૫૨૫. અપવાદથી પણ ન જવાય ? સમાધાન– અપવાદથી પણ ન જવાય. જેમાં જિનાજ્ઞાનો ભંગ હોય અને જેમાં જિનની આશાતના હોય, એવા અપવાદ હોઈ શકે નહિ.
શંકા- પર૬. કોઈ સાધુ વગેરે છ માસથી અધિક તપ કરનાર ગૃહસ્થના પારણા પ્રસંગે જાહેરાત થાય તે રીતે ગયા હોય, તો તેણે શું કરવું જોઇએ ?
સમાધાન- તેણે જાહેરમાં પોતાની આ ભૂલની માફી માગવી જોઇએ. જાહેરમાં માફી માગવાનું કારણ એ છે કે, જાહેરમાં ભૂલ થઈ છે. ભૂલ થયા પછી જે જીવ માફી માગી લે છે, તે નિર્દોષ બની જાય છે. ભૂલ થવી સહજ છે. ભૂલની માફી માગવી કઠિન છે. ક્યારેક વિદ્વાન ગણાતા સાધુઓ પણ ભૂલ થયા પછી માફી માગવાના બદલે અપવાદના ઓઠા નીચે ભૂલનો બચાવ કરતા હોય છે. અહીં મને સ્વર્ગસ્થ પ્રાતઃ સ્મરણીય પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સ્મૃતિ થઇ આવે છે. એ મહાપુરુષે અનેક ગ્રંથોની રચના કરી છે. તેમાં “સંક્રમકરણ” નામના એક ગ્રંથની પણ રચના કરી છે. એ ગ્રંથ છપાયા બાદ કેટલોક કાળ ગયા પછી તેઓશ્રીને તેમાં એક ભૂલ ખ્યાલમાં આવી. આથી તેઓશ્રીએ એ ભૂલને જાહેર (સંદેશ) પેપર દ્વારા પણ પ્રગટ કરાવીને તે અંગે મિચ્છા મિ દુક્કડું આપ્યું હતું. આવી સરળતા કોક વિરલ આત્માઓમાં જ હોય.
શંકા- પર૭. છ માસથી અધિક તપ કરનારાના એ તપની અનુમોદના કરી શકાય ?
સમાધાન આદિનાથ પ્રભુના શાસનમાં ૧૨ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. ત્યાર પછીના બાવીસ જિનેશ્વરોના શાસનમાં આઠ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં છ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. આથી હમણાં શક્તિ હોય, તો પણ છ માસથી અધિક સળંગ તપ કરી શકાય નહિ. જો કોઈ કરે તો તે અરિહંતની આશાતના કરે છે, એવો સ્પષ્ટ શાસ્ત્રપાઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org