________________
૨૨૪
મહત્ત્વનું માર્ગદર્શન
ઠીક ઠીક ચર્ચાસ્પદ બનેલા એક પ્રશ્ન અંગે પૂજ્યશ્રી અહીં શાસ્ત્રાધારિત માર્ગદર્શન કરાવે છે. થોડાક સમય પૂર્વે છ મહિનાથી વધુ ઉપવાસ થાય કે નહિ ? આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો અને આ અંગે સમાજમાં બે જાતની વિચારધારા વહેતી થવા પામી હતી. એથી આનું શાસ્ત્રાધારિત સમાધાન મળે, એ ખૂબ ખૂબ જરૂરી હતું. ‘શંકા-સમાધાન’ શીર્ષક હેઠળ ‘કલ્યાણ’માં પ્રસિદ્ધ થતા અત્યંત લોકપ્રિય વિભાગના લેખક વિદ્વદ્વર્ય શાસ્ત્રાભ્યાસી પૂ. આચાર્યદેવશ્રીએ આ ચર્ચાસ્પદ પ્રશ્ન અંગે જે સચોટ અને સરળ સમજણ પ્રસ્તુત લેખમાં આપી છે, એના વાચન બાદ કોઇ જાતના પ્રશ્નને અવકાશ નહિ જ રહે, એવો અમને વિશ્વાસ છે. સૌ કોઇ પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહથી મુક્ત બનીને આ લેખ વાંચે અને સત્યના સમર્થક બને, એવી એકમાત્ર ભાવના સાથે આ લેખ પ્રકાશિત થઇ રહ્યો છે.
શંકા-સમાધાન
- ‘કલ્યાણ' સંપાદકશ્રી શંકા-૫૨૨. એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ થાય કે નહિ ? સમાધાન– ન થાય. કારણ કે એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ કરવાથી ભગવાનની આશાતના થાય. જે તીર્થંકરના શાસનમાં જેટલી ઉત્કૃષ્ટ તપમર્યાદા હોય, તેનાથી અધિક તપ ક૨વાથી તો ભગવાનની આશાતના થાય. શ્રી આદિનાથ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ તપમર્યાદા બાર માસની હતી. શ્રી અજિતનાથથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના બાવીસ તીર્થંકરોના શાસનમાં ઉત્કૃષ્ટ તપમર્યાદા આઠ માસની હતી. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ઉત્કૃષ્ટ તપ-મર્યાદા છ માસની છે. આ વિષે નિશીથસૂત્ર ઉ.૨૦, સૂ.૬ ની ટીકામાં કહ્યું છે કે, “અંતિમ તીર્થંકરની અને આપણી સર્વોત્કૃષ્ટ તપભૂમિ છ માસની છે.” આશાતનાના ભયથી શક્તિયુક્ત મનુષ્ય પણ છ માસથી અધિક તપ ન કરવો.” અહીં શક્તિ હોય, તો પણ છ માસથી અધિક તપ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org