________________
શંકા-સમાધાન
૨૨૫
શંકા- પ૨૩. છેદ ગ્રંથોમાં એવો પાઠ આવે છે કે, કોઈ સાધુને છ માસ સુધી નિરંતર ઉપવાસ કરવાનું પ્રાયશ્ચિત્ત આવે, તે સાધુ એ પ્રાયશ્ચિત્ત પૂરું કરી રહ્યા હોય, તેમાં પાંચ માસને ૨૪ ઉપવાસ થયા પછી તે સાધુને નવો કોઈ અપરાધ થવાથી નવું છ માસ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું. અહીં પૂર્વના છ માસમાંથી બાકી રહેલા છ દિવસનું પ્રાયશ્ચિત્ત માફ કરી દેવામાં આવે અને હવેથી (પારણું કર્યા વિના) ફરી છ માસ સુધી ઉપવાસ કરે. આમ સાધુને વધારેમાં વધારે પ્રાયશ્ચિત્ત છ દિવસ ન્યૂન બાર માસના ઉપવાસનું અપાય છે. આનાથી વધારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી.” આ પાઠના આધારે તો છે માસથી પણ અધિક તપ કરી શકાય છે, એમ સિદ્ધ થયું. આથી છ માસથી અધિક તપ ન કરી શકાય, એવો નિયમ ન રહ્યો ને?
સમાધાન- આ તપ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે તપ કરવો અને આરાધના માટે તપ કરવો, એ બેમાં ભેદ છે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે છ માસથી અધિક તપ કરી શકાય. કારણ કે ભગવાનની તેવી આજ્ઞા છે. પણ આરાધના માટે છ માસથી અધિક તપ ન કરી શકાય. કારણ કે આરાધના માટે છ માસથી અધિક તપ ન કરવાની આજ્ઞા છે. આથી જે સાધુ કે શ્રાવક આરાધના માટે છ માસથી અધિક ઉપવાસ કરે, તેને જિનાજ્ઞાભંગ અને જિનાશાતના વગેરે દોષ લાગે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે, આટલું પ્રાયશ્ચિત્ત સાધુઓને જ હોય, ગૃહસ્થોને નહિ.
શંકા- પર૪. કોઈ ગૃહસ્થ કે સાધુએ આરાધના માટે છ માસથી અધિક તપ કર્યો હોય, તો તેના પારણા આદિ પ્રસંગે આપણાથી જવાય કે નહિ ?
સમાધાન- ન જવાય. જનારને જિનાજ્ઞાભંગ અને જિનાશાતના વગેરે દોષ લાગે. કારણ કે છ માસથી અધિક તપ કરનારે જે જિનાજ્ઞાભંગ અને જિનાશાતના રૂપ દોષ સેવ્યો છે, તે દોષની તેના પારણા આદિમાં જનારે અનુમોદના કરી ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org