________________
શંકા-સમાધાન
૩૭ સમાધાન– એ રકમમાંથી પૂજા વગેરે થઈ શકે. પ્રભાવના, સંગીતકાર ખર્ચ વગેરે થઈ શકે. પૂજા-પ્રભાવનાદિ થઈ ગયા પછી એ રકમ વધી હોય તો તેનો ઉપયોગ પ્રભુભક્તિમાં જ થઈ શકે.
પૂજન સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૬. શ્રી સંઘમાં શ્રી સિદ્ધચક્રપૂજન વગેરે કોઈ પણ અનુષ્ઠાન માટે લેવાતો નકરો કયા ખાતે જમા થાય ?
સમાધાન– કોઈ શ્રાવક શ્રી સિદ્ધચક્રપૂજન વગેરે અનુષ્ઠાન કરાવે, તેમાં તે શ્રાવક સંઘમંદિરની સિંહાસન વગેરે સામગ્રીનો ઉપયોગ કરે. હવે જો સંઘમંદિરની સિંહાસન વગેરે સિદ્ધચક્રપૂજન માટે વપરાતી સામગ્રી દેવદ્રવ્યની ન હોય તો એ નકરો શ્રી જિનભક્તિ સાધારણ ખાતામાં જમા કરી શકાય. પણ વપરાતી એ સામગ્રી સાધારણ દ્રવ્યમાંથી બનવા પામી છે કે કેમ ? એની પાકી ખાતરી કરી લેવી જોઇએ.
શંકા- ૯૭. કોઈ ભાડુતી હોલમાં પૂજન ભણાવનાર કોઈ એક વ્યક્તિનું પૂજનની વચ્ચેના ભાગમાં શ્રીફળ કે અન્ય રીતે સ્વાગત કરી શકાય ?
સમાધાન- પ્રભુજીની સમક્ષ કોઈનું ય સ્વાગત કરી શકાય નહિ અને પૂજન ચાલતું હોય, ત્યારે પણ કોઇનું ય સ્વાગત કરી શકાય નહિ. પૂજન પૂર્ણ થયા પછી ભાડૂતી હોલ વગેરેમાં પડદો વગેરે વ્યવસ્થા કરીને સ્વાગત કરવામાં બાધ જણાતો નથી.
શંકા- ૯૮. પૂજન ભણાવતી વખતે મોટે ભાગે વિવેચન કરવામાં આવે છે તેનું શું ?
સમાધાન- પૂજન ભણાવતાં વચ્ચે લાંબુ વિવેચન કરવું યોગ્ય જણાતું નથી. એક મોટા પૂજનમાં અવાંતર અનેકોનું પૂજન હોય છે. આથી પૂજામાં બેઠેલા શ્રાવક-શ્રાવિકાઓને શાનું પૂજન શરૂ થયું કે શાનું પૂજન ચાલી રહ્યું છે, એ ખ્યાલમાં આવે એટલા પૂરતું સામાન્ય કહેવામાં આવે અને એનો અત્યંત સંક્ષેપથી મહિમા કે સ્વરૂપ સમજાવવામાં આવે, એ હજી કંઈક ઉચિત ગણાય. પણ આજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org