________________
૨૧૪
શંકા-સમાધાન
શંકા- ૪૯૫. પ્રવચન સારોદ્ધારમાં તેત્રીસ આશાતના દ્વારમાં ૧૮મી આશાતનામાં સુસંસ્કારિત રીંગણાનું શાક વગેરે વહોરી લાવે અને ગુરુને બતાવ્યા વિના વાપરે તો આ શિષ્યની ગુરુના પ્રત્યે આશાતના છે એમ જણાવ્યું છે. આના આધારે નિશ્ચિત થાય છે કે પૂર્વે (પ્રવચન સારોદ્ધારની રચના વિ.સં. ૧૨૪૧માં થઈ. આથી ત્યાં સુધી) શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હતું અને સાધુઓ વહોરતા હશે તો પછી હમણાં રીંગણાને બહુબીજ તરીકે અભક્ષ્ય કેમ માનવામાં આવે છે ? કોઈ આચાર્યને રીંગણાનું શાક ખાવાથી પેટમાં દુઃખ્યું હોય અને એથી તેમણે વિકારી(=શરીરમાં વિક્રિયા - કરનાર) સમજીને રીંગણાનો નિષેધ કર્યો એવું ન હોઈ શકે ?
સમાધાન- પ્રવચન સારોદ્ધારના એ પાઠનો અર્થ કરવામાં ભૂલ થઈ છે. એ પાઠથી પૂર્વે શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હતું ઇત્યાદિ ભાવ જરાપણ નીકળતો નથી. ત્યાં મૂળગાથામાં રહેલા ડાક' શબ્દનો માત્ર અર્થ જણાવ્યો છે. ડાક કોને કહેવાય તે જણાવવા भाटे वृन्ताकचिटिकाचणकादयः सुसंस्कृताः पत्रशाकान्ता डाकशब्देन મુખ્યત્વે એમ કહ્યું છે. સંસ્કૃત ભાષાના કોઈ પણ વિદ્વાન આજુબાજુનો સંબંધ જોઇને પ્રસ્તુત પાઠ મુજબ પૂર્વે શ્રાવકોના ઘરોમાં રીંગણાનું શાક થતું હતું ઇત્યાદિ ભાવ ન કાઢે તથા કોઈ આચાર્યને રીંગણાનું શાક ખાવાથી પેટમાં દુઃખું ઇત્યાદિ કલ્પના પણ જૈનશાસનના ભવભીરુ આચાર્યો માટે કરવી એ કલ્પના કરનારની તુચ્છતાને સૂચવે છે. શંકા- ૪૯૬. ઘી અથવા તેલ, નીવિયાતું ક્યારે બને ? સમાધાન- ઘી અથવા તેલનું જે કડાયું ભરેલું હોય, તેમાં રહી શકે તેટલી પુરીઓ ત્રણ વખત તળ્યા પછી તે ઘી અને તેલ નીવિયાતું થાય. તેમાં નવું તેલ કે ઘી ન ઉમેરવું જોઇએ. જો નવું તેલ કે ઘી ઉમેરે તો ફરીથી ઉપર લખ્યા મુજબ ૩ વાર તળવાની વિધિ કરવાથી નીવિયાતું થાય.
શંકા- ૪૯૭. તેલથી કે ઘીથી તળેલી વસ્તુમાં એક જ વિગઈ ગણાય કે બે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org