________________
૨૧૮
શંકા-સમાધાન
સમાધાન કરકરો દળેલો લોટ ૧૪ દિવસ વીત્યા પછી એને ખૂબ બારીક દળાવવામાં ૧૫ દિવસ વધુ ચાલી શકે એમ જણાય છે.
શંકા- ૫૦૭. લુખી નીલિમાં (ઉપધાન સિવાયની) સાધુઓને અને શ્રાવકોને કઈ કઈ વસ્તુ ખપી શકે અને કઈ કઈ વસ્તુ ન ખપી શકે ?
સમાધાન આયંબિલમાં જે વસ્તુઓ વાપરવાની પ્રથા છે તે બધી જ વસ્તુઓ લુખ્ખી નીધિમાં વાપરી શકાય છે. વધારામાં તજ વગેરે મસાલો, લાલ મરચું, હિંગ-હળદર, ધાણા-જીરૂ, વલોણાની છાશ અને વલોણાની છાશ નાખીને બનાવેલ ઢોકળા વગેરે વાપરી શકાય. આમાં લીલું શાક વાપરી શકાય નહિ. કઠોળનું શાક પણ અલ્પ પણ તેલ-ઘીથી વધારી શકાય નહિ. જે તેલ વિગદરૂપ નથી તે તેલથી પણ કઠોળનું શાક વઘારી શકાય નહિ. કારણ કે લુખ્ખી નીવિમાં જેમ વિગઇનો ત્યાગ હોય છે તેમ લેપકૃત દ્રવ્યોનો પણ ત્યાગ હોય છે. વિગઈરૂપ ન ગણાતા તેલ લેપકૃત હોવાથી નીલિમાં ન કલ્પ. પચ્ચકખાણભાષ્યની ૩૦મી ગાથામાં વિગઈમાં ન ગણાતા તેલને લેપકૃત અને ઉત્તમ દ્રવ્ય કહેલ છે. ૩૯મી ગાથામાં ઉત્તમ દ્રવ્યનો નીલિમાં નિષેધ કર્યો છે.
સાધુઓ માટે અપવાદ– સાધુઓને અલ્પ તેલ-ઘીથી વઘારેલા દાળ-શાક વગેરે લુખ્ખી નીલિમાં ખપી શકે. આનું કારણ એ છે કે સાધુઓને પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભોજન ગૃહસ્થો પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું હોય છે. સાધુઓને તદ્દન વઘાર વિનાના દાળ-શાક ન મળે. માટે મુનિઓને તેટલા પૂરતી છૂટ છે તથા લુવામાં અલ્પ ઘી નાખીને બનાવેલ રોટલી-ખાખરા ખપી શકે. ઘીનો સ્વાદ આવે તેટલું વધારે ઘી નાખ્યું હોય તો ન કલ્પ તથા અલ્પ ઘીથી ચોપડેલી રોટલીના શેકેલા ખાખરા ખપી શકે છે. કારણ કે “પહુચ્ચમખિએણે” આગાર છે. (પ્રત્યાખ્યાન ભાષ્ય ગાથા ૨૭ની અવચૂરિ.)
શંકા- ૫૦૮. દાંત પર ઘસવાની કોઈપણ પ્રકારની પેસ્ટ (ટ્યુબ) ગરમ પાણી વાપરનારાઓથી વાપરી શકાય કે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org