________________
૨૧૬
શંકા-સમાધાન
સમાધાન- મૂળાનાં પાંચેય અંગો ત્યાગ કરવા યોગ્ય છે એવો શાસ્ત્રપાઠ હોવાથી મૂળાનાં પાંદડા અભક્ષ્ય છે, અને પતરવેલિયાના પાંદડા અંગે તેવો કોઈ શાસ્ત્રપાઠ ન હોવાથી અભક્ષ્ય ગણાતા નથી તથા પતરવેલિયાના પાન ભાજી ન હોવાથી લીમડાના પાનની જેમ બારે માસ કલ્પી શકે છે.
આમ છતાં વર્તમાન જૈન સંઘમાં ફાગણ ચોમાસથી કાર્તિક ચોમાસી સુધી પતરવેલિયા માટે અભક્ષ્ય તરીકેનો વ્યવહાર છે અને એ વ્યવહાર આપણે પાળવો જ જોઈએ.
શંકા- ૫૦૨. જેવી રીતે આદુ અને હળદર વગેરે અનંતકાય હોવા છતાં સુકાયા પછી વાપરી શકાય છે, તેવી રીતે બટેટા આદિ અનંતકાયને સૂકવીને વાપરી શકાય ?
સમાધાન– આદુ અને હળદર સુકાયા પછી સૂંઠ અને હળદરનો ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે અને ઔષધ જેવો જ ખાવામાં ઉપયોગ થાય છે. પેટ ભરીને સ્વાદથી તે ખાઈ શકાતા નથી માટે તેનો નિષેધ ઔષધ તરીકે નથી કર્યો. તે પણ બીજા ઘણા દોષવાળા ઔષધથી બચવા માટે છે. ત્યારે બટેટા વગેરે અનંતકાયની સૂકવણી ઔષધ નથી, ઔષધની જેમ અલ્પમાત્રામાં એ ખવાતી નથી. પણ જીભના સ્વાદને પોષવા માટે અને પેટ ભરીને ખાઈ શકાય છે. માટે બટેટા આદિની સૂકવણીને ખાવાની છૂટ શાસ્ત્રકારોએ જરાપણ આપી નથી, અરે તે સૂકવણી પણ ખાવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે, શ્રાવકે જાતે આદુ સૂકવીને સૂંઠ ન બનાવવી જોઈએ. તૈયાર સૂંઠનો ઉપયોગ કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. હળદરમાં પણ તેમ સમજી લેવું જોઈએ.
શંકા- ૧૦૩. સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય ?
સમાધાન– વાપરી શકાય. મગ વગેરે વનસ્પતિકાય રૂપ હોવા છતાં સૂકાઈ ગયેલ હોવાથી પર્વતિથિએ વાપરી શકાય છે. તેમ સાબુદાણા પણ વનસ્પતિકાયમાંથી થતા હોવા છતાં સૂકાઈ ગયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org