________________
શંકા-સમાધાન
૨૧૭ હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય. મગ વગેરે સચિત્ત હોય છે.
જ્યારે સાબુદાણા અચિત્ત હોય છે. આમ છતાં સાબુદાણાની ઉત્પત્તિ જમીનમાં થતાં કંદમાંથી પણ થાય છે. એ કંદ શાસ્ત્ર પ્રમાણે અનંતકાય સંભવે છે. વળી સાબુદાણા બનાવવાની આજની પ્રક્રિયામાં ઘણી ઘણી હિંસા થાય છે. સાબુદાણા બનાવવા પૂર્વકાળ કરતાં આજે ઘણી વધારે હિંસા થાય છે. માટે પર્વ કે અન્ય દિવસોમાં પણ સાબુદાણા ન વાપરવા જોઈએ.
શંકા- ૫૦૪. મેંદો-રવો તાજો હોય તો ચોમાસામાં વપરાય ? સમાધાન- વપરાય.
શંકા- ૫૦૫. સુખડીની જેમ લોટનો ૧૫-૨૦-૩૦ દિવસ જેટલો કાળ ગણવો જોઇએ કે નહિ ?
સમાધાન– શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં સુખડીની જેમ લોટનો કાળ કહ્યો નથી. આથી બગડે નહિ, એટલે કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-બદલાઈ ન જાય, ખોરો ન થાય કે ઇયળો વગેરે જીવોત્પત્તિ ન થાય ત્યાં સુધી કહ્યું. ધર્મસંગ્રહમાં લોટ અંગે કહ્યું છે કે- લોટ અચિત્ત થયા પછી કેટલા દિવસ સુધી કહ્યું તે શાસ્ત્રોમાં જણાતું નથી, તો પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ન જાય, ખોરો-કડવો ન થાય કે ઇયળો વગેરે જીવોત્પત્તિ ન થાય ત્યાં સુધી કહ્યું. આમ છતાં વર્તમાનમાં ઘણા સાધુ-સાધ્વીઓ સુખડીની જેમ લોટનો પણ કાળ માને છે અને શ્રાવકો સમક્ષ કહે છે. આથી આચરણાથી લોટનો પણ કાળ ગણવામાં આવે તે વધારે યોગ્ય છે. જો શ્રાવકો સમક્ષ લોટનો કાળ નથી એમ કહેવામાં આવે તો શ્રાવિકાઓ પ્રમાદથી બે-બે માસ સુધી પણ લોટ રહેવા દે એવું બને. એવું બને તો તેમાં જીવોત્પત્તિ થવાની સંભાવના રહે માટે લોટનો કાળ ગણવામાં લાભ જ છે.
શંકા– ૫૦૬. ઘઉં, ચણા આદિનો લોટ પ્રથમ કરકરો દળેલો હોય, એના પર ૧૪ દિવસ વીત્યા પછી એને ખૂબ બારીક દળાવવામાં આવે તો શું ૧૫ દિવસ વધુ ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org