________________
શંકા-સમાધાન
૨૨૧
સમાધાન– તપ ઉચ્ચરવા અંગેની વિધિ પ્રવ્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ” વગેરે પુસ્તકોમાં જણાવેલ છે. તપ ઉચ્ચરવો એટલે તપ કરવાની પ્રતિજ્ઞા લેવી. એથી જેણે જે તપ ઉચ્ચર્યો હોય તેણે તે તપ પૂરો કરવો જ જોઇએ, અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય. હા, તપ ઉચ્ચરતી વખતે અન્નત્થણાભોગેણું વગેરે ચાર આગારો(=છૂટ) રાખવામાં આવે છે. એથી ગાઢ બિમારી આદિના કારણે તપ પૂરો ન થઇ શકે તો પ્રતિજ્ઞાભંગ ન થાય પણ પ્રમાદ આદિથી તપ પૂરો ન કરે તો પ્રતિજ્ઞાભંગ થાય. જે તપ શરૂ કરવો હોય એ તપ શરૂ કર્યા પહેલાં જ ગુરુની સમક્ષ ઉચ્ચરવો જોઇએ. તેમ ન બની શકે તો તપ ચાલુ હોય ત્યારે પણ ઉચ્ચરી શકાય છે. પણ તપ પૂર્ણ થઇ ગયા પછી ઉચ્ચરવાનો કોઇ અર્થ નથી.
શંકા- ૫૧૬. બે ચૌદશ, બે આઠમ અને જ્ઞાનપાંચમ(=સુદ પાંચમ) આ તિથિઓમાં કયો તપ કરવો જોઇએ ?
સમાધાન– આ પાંચ તિથિઓમાં શક્તિ હોય તો ઉપવાસ કરવો જોઇએ. શક્તિ હોવા છતાં આ પાંચ તિથિએ ઉપવાસ ન કરનારને પ્રાયશ્ચિત્ત આવે.
શંકા— ૫૧૭. ગૃહસ્થથી તપ ન થઇ શકતો હોય તો શું કરવું જોઇએ ? સમાધાન— જે ગૃહસ્થથી તપ ન થઇ શકતો હોય તેણે તપસ્વીઓની બહુમાનપૂર્વક ભક્તિ કરવી જોઇએ. તપસ્વીઓની પ્રશંસા-અનુમોદના કરવી જોઇએ તથા ૫૨માત્મપૂજા, સાધુસેવા, સાધર્મિકવાત્સલ્ય, જીવદયા વગેરે કરવું જોઇએ, કે જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને પુણ્યવૃદ્ધિથી તપ કરવાની શક્તિ આવે.
શંકા— ૫૧૮. ગ્લુકોઝના બાટલા ચડાવી-ચડાવીને મોટી તપસ્યા ચાલુ રખાવી શકાય કે પારણું કરવું ઉચિત છે ? તેમાં પૂજ્યશ્રીઓનું માર્ગદર્શન જરૂરી બને ?
સમાધાન તપ કેવો હોવો જોઇએ, તે અંગે જ્ઞાનસારમાં આ પ્રમાણે કહ્યું છે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org