________________
શંકા-સમાધાન
૧૧૯
છોકરાને પહેલાં તો આ વાત ઉપર ભરોસો ન આવ્યો. પણ અનેકની પાસેથી તેણે આ પ્રમાણે સાંભળ્યું. તેણે લોકો પાસેથી તે પણ સાંભળ્યું કે સાવકી માતા પોતાના સગા પુત્રના હિત માટે સાવકા પુત્રને મારી પણ નાખે, મારી નાખવા કાંઈક ખવડાવી પણ દે.
આ રીતે અનેકના મોઢે અનેકવાર સાંભળવાથી છોકરાને વિશ્વાસ થઈ ગયો કે, આ મારી સગી મા નથી, તે મારા કરતાં એના પુત્રની સાર-સંભાળ વધારે લે છે. તે કાંઈ ખવડાવી ન દે એ માટે સાવધ રહેવું જરૂરી છે. આમ એને સાવકી માતા વિષે શંકા થઈ ગઈ. શંકાથી જોનારને કદી સાચું દેખાય નહિ. શંકાના કારણે એ છોકરાની ભૂખ અને ઊંઘ ઓછી થઈ ગઈ. મારી મા મને મારી નાખશે એમ દરરોજ અનેકવાર તે વિચારવા લાગ્યો. આથી શંકા શ્રદ્ધા રૂપે પરિણમી. આના કારણે દિન-પ્રતિદિન તે છોકરો દુર્બળ બનતો ગયો. છોકરાને દુર્બળ બનતો જોઈને મને ચિંતા થઈ. તેણે છોકરાના પિતાને કહ્યું: આપણા મોટા દીકરાના શરીરમાં કંઈક રોગ હોવો જોઈએ, તેનો ખોરાક સાવ ઓછો થઈ ગયો છે. બહુ ઊંઘતો પણ નથી. તેનું મોટું સદાય ઉદાસ દેખાય છે. માટે વૈદ્યને બતાવવું જોઈએ. તેના પિતા તેને વૈદ્ય પાસે લઈ ગયા. વૈદ્ય શરીર તપાસીને કહ્યું: આને નબળાઈ સિવાય કોઈ રોગ નથી. નબળાઈ દૂર કરવા રોજ ગરમાગરમ અડદની રાબ ખવરાવવા કહ્યું.
બીજા દિવસે સવારે તે છોકરાને અડદની રાબ ખાવા આપી. રાબમાં અડદની દાળનાં ફોતરા હતા, પણ છોકરાને વહેમ પડ્યો કે, જરૂર માખીઓ મારીને દૂધમાં નાખી લાગે છે. આથી તે રાબ પીતો નથી અને બેઠો બેઠો રાબને અને માને જોયા કરે છે. માએ કહ્યું: જલ્દી પી લે. તારા માટે જ બનાવી છે. છતાં તેણે રાબ પીધી નહિ, એટલામાં તેનો બાપ આવ્યો. તેણે પણ ગરમાગરમ રાબ પી જવા કહ્યું. છતાં પીતો નથી. એટલે બાપાએ લાલ આંખ કરીને કહ્યું કે, સાંભળતો નથી ? જલદી પીવા માંડ. તેણે ભયથી રાબ પીવાનું શરૂ કર્યું. પણ ટુકડે ટુકડે ઝેરની જ ગંધ અને માખીઓનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org