________________
શંકા-સમાધાન
૧૧૭
છે કે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થાય, તો પણ અરિહંતની આરાધના કરનાર તરી જાય છે અને અરિંહતની આરાધના ન કરે, તો સાક્ષાત્ અરિહંતનો યોગ થાય, તો પણ જીવ તરે નહિ. સાક્ષાત્ અરિહંતનો યોગ ન થવા છતાં બૂસ્વામી વગેરે અરિહંતની આરાધનાથી તરી ગયા. સાક્ષાત્ અરિહંતનો યોગ થવા છતાં અરિહંતની વિરાધનાથી ગોશાળા વગેરે જીવોએ સંસારનું પરિભ્રમણ વધાર્યું.
આપણને પણ ભૂતકાળમાં અનંતવાર સાક્ષાત્ અરિહંતનો યોગ થયો, પણ અરિહંતની સાચી આરાધના ન કરી એથી આપણું કલ્યાણ ન થયું. આમ આ શાશ્વત મંત્રમાં પહેલાં રહેલાં નમો પદ દ્વારા જ્ઞાનીઓ આપણને એ સૂચન કરે છે કે કલ્યાણ સાધવું હોય તો અરિહંતની સાચી આરાધના કરવામાં તત્પર બનો.
નમ: પદ નમ્રતાનું સૂચક છે. જે ભાવથી નમે છે, વંદન કરે છે, તે જ ધર્મ પામી શકે છે. એ સૂચવવા પણ નમઃ પદ પહેલા રહેલું છે. ધર્મ પ્રાપ્તિનું મુખ્ય કારણ વંદન=નમન) છે. આથી જ લલિત વિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે – ધર્મ પ્રતિમૂનમૂતા વન્દ્રના=વંદના ધર્મનું મૂળ છે. વંદના=નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. અહંકાર ઘટ્યા વિના નમ્રતા ન આવે. આમ નમઃ પદ પહેલા મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે ધર્મ પામવો હોય, તો માનથી મુક્ત બનીને નમ્રતાથી ગુણી મહાત્માઓને નમસ્કાર કરનારા બનો. શંકા- ૨૬૯. મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? સમાધાન- મૂળમંત્ર નવ પદોનો છે. છેલ્લા ચાર પદો ચૂલિકારૂપ છે. ચૂલિકા એટલે શિખર. જેમ પર્વત ઉપર તેનું શિખર હોય છે તેમ છેલ્લા ચાર પદો પ્રથમના પાંચ પદોના શિખરરૂપ છે. શિખર પર્વતથી જુદો હોતો નથી. શિખર પણ પર્વત સ્વરૂપ છે, અથવા પર્વતનો જ એક ભાગ છે. તેવી રીતે નમસ્કાર મહામંત્રના છેલ્લા ચાર પદો પણ નમસ્કાર મહામંત્ર સ્વરૂપ છે. આથી જ છેલ્લા ચાર પદો પણ ગણવાની લાયકાત મેળવવા માટે ઉપધાન કરવા પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org