________________
૧૮૬
શંકા-સમાધાન સ્વ-પરના આત્મકલ્યાણની જ બુદ્ધિ હોવી જોઈએ. આથી જ ઉપદેશપદ ગ્રંથમાં પણ કહ્યું છે કે
नवि किंचि अणुणातं पडिसिद्धं वावि जिणवरिंदेहि । तित्थयराणं आणा कज्जे सच्चेण होयव्वं ॥७८०।।
“તીર્થકરોએ કોઈ કાર્યની એકાંતે અનુજ્ઞા આપી નથી, કે કોઈ કાર્યનો એકાંતે નિષેધ કર્યો નથી. તીર્થકરોની એટલી જ આજ્ઞા છે કે કોઈ પણ કાર્યમાં સાચા(સરળ) બનવું.”
આ ગાથાના આધારે આ આચરણ સૂત્રની જેમ પ્રમાણ કરવી જોઇએ.
શંકા- ૩૯૨. અચિત્તરજનો કાઉસગ્ગ જે ચૈત્રી ઓળીમાં કરવાનો હોય છે, તે ૧૨, ૧૩, ૧૪ અથવા ૧૩, ૧૪, ૧૫ એમ ત્રણ દિવસ કરીએ તો ચાલે ?
સમાધાન- ચૈત્ર માસની ઓળીમાં અચિત્તરજ ઉઠ્ઠાવણીનો કાઉસ્સગ્ન ૧૧, ૧૨, ૧૩ એ ત્રણ દિવસોમાં કરવાનો હોય છે, તે ૧૧થી ભૂલી જવાય તો ૧૨, ૧૩, ૧૪ના કરવો જોઇએ. તે પણ ભૂલી જવાય તો ૧૩, ૧૪, ૧૫નો કરવો જોઇએ.
શંકા- ૩૯૩. કોઈ ૫૦-૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સ્થાપનાચાર્યની સમક્ષ કરે. કાઉસ્સગ્નમાં દશ લોગસ્સ ગણાયા પછી સહસા આડ પડે તો કાઉસ્સગ્ગ પારી ઈરિયાવહિ કરીને ફરી કાઉસ્સગ્ન કરવાનો વિધિ છે. ફરી કાઉસ્સગ્ન કરે તેમાં પહેલાં ગણેલા દશ લોગસ્સ સિવાય ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય કે નવેસરથી ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય ?
સમાધાન– નવેસરથી ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય. કારણ કે કાઉસ્સગ્નનો ભંગ થઈ ગયો છે.
શંકા- ૩૯૪. કોઈને કાઉસ્સગ્નમાં ઘણી વાર લાગતી હોય છે. આથી સાંજના પ્રતિક્રમણમાં છેલ્લા કાઉસ્સગ્નમાં શાંતિ બોલાય ત્યારે કોઈનો કાઉસ્સગ્ગ પૂર્ણ ન થયો હોય તો તેની તેટલી અવિધિ થાય. આ અવિધિને દૂર કરવા શું કરવું જોઈએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org