________________
શંકા-સમાધાન
૨ ૧ ૧
શંકા- ૪૮૩. ફુદીનો ક્યારે અભક્ષ્ય થાય ? સમાધાન- ફુદીનો ક્યારે ય અભક્ષ્ય થતો નથી. શંકા– ૪૮૪. ફુદીનો ફાગણ ચોમાસા પછી વાપરી શકાય ?
સમાધાન– ફુદીનો ફાગણ ચોમાસી પછી પણ અભક્ષ્ય બનતો નથી, અર્થાતુ બારેમાસ ભક્ષ્ય છે. કોઈક આને (ફુદીનાને) ભાજીમાં ગણતરી કરીને ફાગણ ચૌમાસી પછી કેવી રીતે વપરાય ? એવી શંકા કરતા હોય છે પણ આ શંકા કરવી યોગ્ય નથી, કારણ કે લીલી મેથીની ભાજીનો આહાર તરીકે ઉપયોગ થતો હોય છે. જ્યારે ફુદીનાનો તો કેવળ ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે. ફુદીનાના નાના નાના છોડ હોય છે, એ તુલસીની જ એક પ્રકારની જાત છે. એના પાંદડા તુલસીના પાનથી કઈક નાના અને ગોળ હોય છે. શંકા- ૪૮૫. લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ? સમાધાન– લીમડો બારે માસ વાપરવામાં અભક્ષ્યનો દોષ નથી. શંકા- ૪૮૬. કોબીના પાન એક એક છૂટા કરીને સમારવામાં આવે તો કોબી બારે માસ ખવાય ?
સમાધાન- કોબી અભક્ષ્ય નથી, પણ કોબીના પાનમાં બહુ જ ઝીણાં જંતુઓ હોય છે કે જેથી એક એક પાન છુટા કરવા છતાં જંતુઓ જોવામાં ન આવે એવું બને. એથી કાયમ માટે શ્રાવકોએ કોબી ન વાપરવી જોઇએ.
શંકા- ૪૮૭. કોળું અનંતકાય ગણાય ?
સમાધાન– કોળાના કોળું અને ભોંયકોળું એમ બે પ્રકાર છે. તેમાં કોળું(=સ્વાદુકોળું) અનંતકાય નથી અને ભોંયકોળું અનંતકાય છે. એવું મને જાણવા મળ્યું છે. કારણ કે ભોંયકોળું ભૂમિમાં થાય છે. જૂની ગુજરાતી ભાષામાં ભૂમિને(=જમીનને) ભોંય કહેવામાં આવે છે. ભોંયમાં(=જમીનમાં) થનારું કોળું તે ભોંયકોળું, સંસ્કૃતમાં આને પૂમિદુષ્કાળું કહેવાય છે. મૂની નાતઃ સુષ્માણ્ડ: પૂમિMાપ્ત: એવી એની વ્યુત્પત્તિ છે. વર્તમાનકાળમાં સિદ્ધચક્ર પૂજનમાં મુકાતું કોળું અને શાક વગેરેમાં વપરાતું કોળું અનંતકાય નથી એમ સંભવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org