________________
શંકા-સમાધાન
શંકા— ૪૭૯. કેળાની છાલ સાધુ સામે કાઢે તો સાધુને કલ્પે ? ત-પૂજા-છતી-ટ્ટા એ પાઠથી છાલ સચિત્ત ખરી ? સચિત્તનો સંઘટ્ટો લાગે ? કેળાની લુંબ હોય તો તે સચિત્ત ખરી ?
સમાધાન– પાકા કેળાની છાલ અચિત્ત છે. આથી કેળાની છાલ સાધુ સામે કાઢે તો પણ સચિત્તનો સંઘટ્ટો ન લાગે. પણ સાધુએ કેળામાંથી સંપૂર્ણ છાલ કાઢી નાખે તો તે કેળું ન વહોરવું જોઇએ. કારણ કે તે છાલ ગૃહસ્થ ગમે ત્યાં ફેંકી દે, તેથી પશ્ચાત્કર્મ દોષ લાગે. એટલે કેળાનો થોડો ભાગ છાલ સાથે બાકી રહે તે રીતે કેળાને ભાંગીને વહોરાવવાથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. પાકેલા કેળાની લંબ અચિત્ત હોય તેમ સંભવે છે. (પણ જેમાં અનેક લંબો રહેલી છે એવો લુંબનો દાંડો ચિત્ત હોય એમ સંભવે છે.)
શંકા- ૪૮૦. સફરજન-ચીકુ વગેરે ફળો છાલ સહિત હોય તો સાધુથી વહોરાય ?
૨૧૦
સમાધાન– સામાન્ય જરા-તરા છાલ રહી ગઇ હોય તો વહોરી શકાય. કારણ કે, પાકા ફળોની છાલ કપાવાથી અચિત્ત થઇ જાય છે. વધારે છાલ હોય તો ન વહોરવી જોઇએ. કેમ કે ચાવી ન શકાય તો છાલ પઠવવાનો દોષ લાગે.
શંકા- ૪૮૧. પાકા ફળો છાલ સાથે સુધાર્યા હોય તો બે ઘડી બાદ સાધુથી વહોરી શકાય ? સચિત્ત ત્યાગી શ્રાવકને ખપે ?
સમાધાન– પાકા કોઇ પણ ફળો છાલ સાથે સુધાર્યા હોય તો પણ બેઘડી પછી સાધુથી વહોરી શકાય. પણ જો સાધુ છાલને વાપરી ન શકે તો પરઠવવાનો દોષ લાગે આવાં ફળો સચિત્ત ત્યાગી શ્રાવકને પણ બે ઘડી પછી ખપી શકે. પાકા ફળની છાલમાં અલગ જીવ હોતો નથી.
શંકા— ૪૮૨. આજે કાપેલું ફણસનું ફળ અને આજે તાડના ફળમાંથી કાઢેલ તાડગોળા બીજે દિવસે ખપે ?
સમાધાન કોઇ પણ ફળ કાપ્યા પછી બીજા દિવસે ન ખપે=ન કલ્પે.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International