________________
શંકા-સમાધાન
૨૦૯ શંકા- ૪૭૪. આદ્રા નક્ષત્રથી બંધ થયેલી કેરી ક્યાં સુધી બંધ રહે ? કેરીનો વપરાશ તરીકે ચાલુ રહેવાનો કોઈ કાળ ખરો ?
સમાધાન– આદ્રા નક્ષત્રથી અભક્ષ્ય થયેલી કેરી સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ભક્ષ્ય બને. પ્રાયઃ કરીને કાર્તિક વદમાં સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરતો હોવાથી ત્યાર પછી કેરી ભક્ષ્ય ગણાય છે.
શંકા- ૪૭૫. જે દેશમાં આદ્રા નક્ષત્ર પછીથી જ કેરીઓ પાકતી હોય, એ દેશમાં આદ્રા નક્ષત્ર પછી કેરી ખવાય ?
સમાધાન- ન ખવાય. આદ્રા નક્ષત્ર પછી કેરી ન ખાવાનું કારણ પૂર્વપુરુષથી ચાલી આવતી આચરણા છે. શંકા- ૪૭૬. આદ્ર નક્ષત્ર પછી કેરીના પાપડ વાપરી શકાય? સમાધાન– આદ્ર પછી કેરીના પાપડ વાપરવામાં બાધ જણાતો નથી.
શંકા-૪૭૭. લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે દિવસનો બનેલો કેરી પાક વગેરે કહ્યું કે નહિ ?
સમાધાન પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વગેરે કલ્પ છે તેવી પ્રવૃત્તિ દેખાય છે. (એનપ્રશ્ન પ્ર.૯૩૯)
શંકા- ૪૭૮. આંબાના રસથી બનેલ રસપાપડનો કાળ છે ? હોય તો કેટલો કાળ છે ? તે મિષ્ઠાન્નમાં ગણાય ?
સમાધાન- આંબાના રસથી બનેલ રસપાપડનો કાળ નથી. આમ છતાં આ વસ્તુ ચોમાસાની નજીકના કાળમાં જ બનતી હોય છે. ચોમાસામાં ભેજના કારણે રસપાપડમાં લીલ-ફુગ થવાની ઘણી સંભાવના છે. તેમાં લીલ-ફુગ થઈ જાય તો તે અભક્ષ્ય ગણાય. માટે વધારે સમય ન રાખવા એ હિતાવહ છે. રસપાપડ મિષ્ટાન્નમાં ન ગણાય. મિષ્ટાન્ન શબ્દમાં મિષ્ટ અને અન્ન એમ બે શબ્દ છે. મિષ્ટ એટલે મધુર. અન્ન એટલે અનાજ. આથી ખાંડ-ગોળ નાખીને અનાજ કઠોળમાંથી બનેલ વસ્તુ મિષ્ટાન્ન ગણાય. જેમાં અનાજ-કઠોળ જરા પણ ન હોય તેવી મધુર વાનગી મિષ્ટાન્નમાં ન ગણાય. આમ છતાં કોઈ વ્યક્તિ પોતાની વિવક્ષાથી તેવી વસ્તુને મિષ્ટાન્ન ગણે એ જુદી વાત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org