________________
શંકા-સમાધાન
૧૮૭
સમાધાન– શાંતિ બોલવાનું શરૂ થાય ત્યારે જેનો કાઉસ્સગ્ગ પૂર્ણ ન થયો હોય તેણે કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે કાઉસ્સગ્ગ પારીને મનમાં શાંતિ અલગ બોલી લેવી જોઇએ અથવા સજઝાય પૂર્ણ થતાં જ નવકારમંત્ર વગેરે વિધિ સ્ફૂર્તિથી અલગ કરીને જલદી કાઉસ્સગ્ગ શરૂ કરી દેવો જોઇએ. જેથી શાંતિ બોલવાનું શરૂ થાય ત્યાં સુધીમાં કાઉસ્સગ્ગ પૂર્ણ થઇ જાય. જેને શાંતિ ન આવડતી હોય તેણે ગુરુને વિનંતી કરવી જોઇએ કે, મારો કાઉસ્સગ્ગ પૂરો થયા પછી શાંતિ બોલવાનું શરૂ થાય તો સારું તથા તેણે કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે મોટેથી “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો જોઇએ. જેથી શાંતિ બોલનારને ખ્યાલ આવી જાય કે તેનો કાઉસ્સગ્ગ પૂર્ણ થયો છે. પછી જેને શાંતિ બોલવાનો આદેશ મળ્યો હોય તે શાંતિ બોલે. આમ કરવાથી અવિધિ ન થાય. અહીં જેને કાઉસ્સગ્ગમાં સૌથી વધારે વાર લાગતી હોય તે જ મોટેથી ‘નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારે, બીજાઓએ તો કાઉસ્સગ્ગમાં રહીને જ શાંતિ સાંભળવી જોઇએ.
સચિત્ત-અચિત્ત સંબંધી શંકા-સમાધાન
શંકા- ૩૯૫. સફેદ સૈંધવ અને ફટકડી સચિત્ત છે કે અચિત્ત છે ? સમાધાન– આ બંને દૂરથી આવતા હોવાથી અચિત્ત ગણાય છે. (લઘુ પ્ર.સા. ગાથા ૭૯). પણ લાલ સેંધવ સચિત્ત ગણાય છે.
શંકા- ૩૯૬. સંચળ મીઠું સચિત્ત કે અચિત્ત ? અણાહારી કે આહારી ? આયંબિલમાં લેવાય ?
સમાધાન– સંચળ મીઠું ચિત્ત છે. અણાહારી નથી. સંચળ મીઠું આયંબિલમાં અચિત્ત કરીને લઇ શકાય. સંચળને બહુ જ બારીક થાય તેટલું વાટ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય.
શંકા- ૩૯૭. કાચા પાણીમાં લીંબુનો રસ, સાકર, રાખ, કાળી દ્રાક્ષ મસળીને નાખ્યા પછી કેટલા સમયે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org