________________
૧૮૮
શંકા-સમાધાન સમાધાન– આવું પાણી બે ઘડી બાદ અચિત્ત થાય અને ઉકાળેલા પાણીનો જેટલો કાળ હોય તેટલા કાળ સુધી અચિત્ત રહે. જેમકે શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ ચાર પ્રહર છે. તો શિયાળામાં આવું પાણી જ્યારથી અચિત્ત બને ત્યારથી ચાર પ્રહર સુધી અચિત્ત રહે. તે પ્રમાણે ઉનાળામાં પાંચ પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે.
શંકા- ૩૯૮. તલ, મગ, મસૂર આદિ ધાન્યોની યોનિ પાંચ વર્ષ સુધી સચિત્ત છે, પછી અચિત્ત છે. તો તેમાં કેવી રીતે સમજવું ? જ્યારે અચિત્ત છે ત્યારે તે નિર્જીવ ધાન્ય સમજવું ?
સમાધાન- જે ધાન્યની યોનિ જયારે અચિત્ત થાય, ત્યારે તે ધાન્ય નિર્જીવ બને છે.
શંકા- ૩૯૯, તારગોળા, અનાનસ, ફણસ, લીલી દ્રાક્ષ, સૂકો મેવો, વરિયાળી, ધાણાદાળ વગેરે કે જેમાં બીજ નથી તે અચિત્ત ગણવા કે સચિત્ત ગણવા ?
સમાધાન– તારગોળા અને અનાનસમાં બીજ ન હોવાથી અચિત્ત ગણાય એમ લાગે છે. ફણસમાં બીજ હોય છે એમ ખ્યાલમાં છે. લીલી દ્રાક્ષમાં બીજ છે કે નહિ એ વિષે બે મત પ્રવર્તે છે. સૂકો મેવો અચિત્ત છે. વરિયાળી બરોબર શેકેલી હોય તો અચિત્ત ગણાય, અન્યથા સચિત્ત ગણાય. ધાણાદાળ અચિત્ત ગણાય.
શંકા– ૪૦૦. પૂર્વ શંકા-સમાધાનમાં આપે તારગોલા અને અનાનસ અચિત્ત ગણાય છે એમ જણાવ્યું છે. એ કેવી રીતે ઘટે? કારણ કે, एगसरीरं एगो, जीवो जेसिं तु ते य पत्तेया ।
નં-નં-છ- મૂલપત્તાન વીયાળ આ ગાથાના આધારે એક શરીરમાં એક જીવ હોય. તથા સાધુઓથી અનાનસ કેવી રીતે વપરાય ? કારણ કે बहुअट्ठिअं पुग्गलं अणिमिसियं वा बहुकंटयं । સ્થિરં હિંદુયં વિર્ણ ૩છુëé a fસતિ છે દ.વૈ.૫-૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org