________________
શંકા-સમાધાન
૧૯૩
અચિત્ત રહે. અષાઢ ચોમાસી પછી ત્રણ પ્રહર અચિત્ત રહે અને ફાગણ ચોમાસી પછી પાંચ પ્રહર સુધી અચિત્ત રહે, પછી સચિત્ત થાય. સાકર, ત્રિફળા આદિ નાખીને બનાવેલા પાણી માટે પણ આ પ્રમાણે જાણવું. કાચા કે પાકા પાણીથી બનાવેલ છાશ તો બીજા દિવસ સુધી ચાલે. જેમકે બુધવારના સૂર્યોદય બાદ બનાવેલી છાશ શુક્રવારનો સૂર્યોદય ન થાય ત્યાં સુધી અભક્ષ્ય બનતી નથી.
શંકા- ૪૧૦. કાચા પાણીમાં ખાંડ-સાકર (લીંબુ વગર) નાખેલ હોય તો ક્યારે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ?
સમાધાન- બે ઘડી પછી અચિત્ત થાય તથા ઉકાળેલા પાણીના કાળ સુધી અચિત્ત રહે, એટલે કે ઉનાળામાં પાંચ પ્રહર, ચોમાસામાં ત્રણ પ્રહર અને શિયાળામાં ચાર પ્રહર સુધી અચિત્ત રહે.
શંકા–૪૧૧. નાસ્પતિ (કડક) સુધારેલી ૪૮ મિનિટ પછી અચિત્ત થાય ?
સમાધાન- નાસ્પતિની કેટલીક જાત એવી હોય છે કે પાકી ગયા પછી પણ તે કડક જેવી લાગતી હોય છે એટલે બરાબર પાકી ગયેલા નાસ્પતિના ફળો કડક લાગતા હોવા છતાં સુધાર્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય.
શંકા- ૪૧૨. શિંગોડા કાચા (લીલા) છાલ કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય ?
સમાધાન- કાચા-લીલા શિગોડા છાલ કાઢડ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થવામાં બાધ જણાતો નથી.
શંકા- ૪૧૩. પાકેલા ટમેટા બી કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય ?
સમાધાન- પાકેલા ટમેટા બી કાઢ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થવામાં બાધ જણાતો નથી. આ રીતે બી કાઢવામાં ખૂબ જ ઉપયોગ રાખવો પડતો હોવાથી અશક્ય જેવું ગણાય. માટે ચૂલે ચડાવ્યા વગર વાપરવું હિતાવહ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org