________________
૧૯૧
શંકા-સમાધાન
આવા મીઠાને વર્તમાનમાં “પાકું મીઠું” એ રીતે ઓળખવામાં આવે છે. આવું પાકું મીઠું વર્ષો સુધી અચિત્ત રહે છે. ઘરે પાકું મીઠું બનાવવું હોય તો ડબલ પાણીમાં ઉકાળીને (સાકરની ચાસણીથી બુરું ખાંડ બનાવવાની જેમ) રસ બનાવીને ઠારેલું મીઠું અચિત્ત બને પણ તે પાણીમાં ઉકાળેલું હોવાથી ચાર માસ પછી પુનઃ સચિત્ત બને. તાવડી વગેરેમાં સેકીને લાલ બનાવેલું મીઠું અચિત્ત થાય પણ અઠવાડિયા પછી પાછું સચિત્ત થાય એવો વ્યવહાર છે.
શંકા- ૪૦૪. કાચા પાણીમાં ચૂનો નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ કેટલો છે ?
સમાધાન– કાચા પાણીમાં ચૂનો નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ ઉકાળેલા પાણીના કાળ જેટલો છે, એટલે ચાતુર્માસ વગેરેમાં અનુક્રમે ૩-૪-૫ પ્રહર જેટલો છે. પછી તે પાણી સચિત્ત થાય. શંકા- ૪૦૫. ગાયનું મૂત્ર ક્યાં સુધી અચિત્ત રહે ? સમાધાન– ગાયનું મૂત્ર ૨૪ પ્રહર (૭૨ કલાક) સુધી અચિત્ત રહે. પછી તેમાં સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થાય.
શંકા- ૪૦૬. કાચું ચીભડું વગેરે બીજવાળી વસ્તુ અગ્નિથી પકાવ્યા વિના કેવળ રાઈનો સંસ્કાર (વઘાર) કરવાથી અચિત્ત થાય કે નહિ ?
સમાધાન- કાચા ચીભડાં વગેરે બીજવાળા કે બીજ વગરના ફળો પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતાં નથી. વિશેષ (સેનપ્રશ્ન ઉ.૧ પ્ર.૧૧)માં પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતા નથી એમ જણાવ્યું છે તથા વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં પ્રબળ અગ્નિ અને પ્રબળ લુણના સંસ્કાર વિના બે ઘડી પછી અચિત્ત ન થાય. અહીં સેનપ્રશ્નમાં પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર એ બંને હોય તો બે ઘડી પછી અચિત્ત થાય એમ જણાવ્યું છે ત્યારે વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં પ્રબળ અગ્નિ કે પ્રબળ મીઠાના સંસ્કાર એ બેમાંથી કોઈપણ એકથી અચિત્ત થાય એવો ભાવ જણાય છે. વર્તમાનકાળમાં કાચી કેરીના કટકા પ્રબળ અગ્નિના સંસ્કાર વિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org