________________
૨૦૨
શંકા-સમાધાન
ખજૂર, (કાળા-ધોળા) મરી, પીપર, જાયફળ, બદામ, વાયમ (?), અખરોટ, નમિજ, પીસ્તા, ચણકબાબા, સ્ફટીક જેવો સફેદ સિંધવ વગેરે, સાજીખાર તથા બીડલવણ (એક ખાર) વગે૨ે ક્ષારો, કૃત્રિમ ક્ષાર પદાર્થો, કુંભાર વગેરેએ ચોળેલી-પરિકર્મિત માટી વગેરે, એલચી, લવીંગ, સૂકી મોથ, કોંકણાદિ દેશના પાકાં કેળાં (કુંકળી કેળાં), ઉકાળેલાં(=બાફેલાં) શીંગોડા, સોપારી વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે. વિશેષ સ્પષ્ટતા માટે ધર્મસંગ્રહમાંથી આ પ્રકરણ વાંચી લેવું.
શંકા— ૪૪૫. ચોમાસામાં શાંતિસ્નાત્ર મહાપૂજન આદિમાં મેવા વગેરે અભક્ષ્ય વસ્તુ મૂકી શકાય ?
સમાધાન– ન મૂકી શકાય.
શંકા- ૪૪૬. સૂકો મેવો કાર્તિક પૂનમથી જ વપરાય છે. તો ઘરમાં પડેલ હોય, અગાઉથી રાખી મૂક્યો હોય તેવો મેવો કાર્તિકપૂનમથી વાપરવામાં દોષ લાગે કે કેમ ?
સમાધાન– જો મેવો ચાતુર્માસમાં વરસાદના દિવસોમાં ઘરે પડ્યો હોય તો તેમાં નિગોદ વગેરે થવાની સંભાવના છે. આવો મેવો કાર્તિક પૂનમ પછી પણ ખાવામાં દોષ છે. આથી મેવો અભક્ષ્ય બને એ પહેલાં જ તેનો ઉપયોગ કરી નાખવામાં આવે તો દોષથી બચી શકાય. હવે જો ચાતુર્માસમાં આસો માસની શાશ્વતી ઓળી પછી નવો મેવો ઘરે લાવ્યા હોય તો તેવો મેવો કાર્તિક પૂનમથી વાપરવામાં દોષ નથી. સૌથી સારો વિકલ્પ એ છે કે, આ રીતે મેવો ન ખરીદતા પૂનમ પછી જ ખરીદવો.
શંકા- ૪૪૭. મેવાની ભક્ષ્યાભક્ષતા સંબંધી કાળમર્યાદા અંગે ચોક્કસ શાસ્ત્ર વિધાન શું છે ?
સમાધાન– મેવાની ભક્ષ્યાભક્ષતા સંબંધી કાળમર્યાદા અંગે તેવો ચોક્કસ કોઇ શાસ્ત્રપાઠ મારા જોવામાં આવ્યો નથી. પણ આચરણાથી વર્તમાનમાં મોટાભાગના સાધુઓ વગેરે ફાગણ ચોમાસીથી કાર્તિક ચોમાસી સુધી મેવો અભક્ષ્ય ગણે છે. બદામ ચોમાસાના ચાર મહિના
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International