________________
૨૦૪
શંકા-સમાધાન શંકા- ૪૫૧. દૂધની મલાઈ ચાર-પાંચ દિવસની ભેગી થયેલી હોય, પણ એ મલાઇમાંથી બનાવેલ દહીંને ચાર પ્રહર વીતી ગયા હોય તો તે દહીં કહ્યું કે નહિ ?
સમાધાન– શ્રાવકે ચાર-પાંચ દિવસની મલાઈ ભેગી ન કરવી જોઇએ. કેમ કે રાતવાસી મલાઈમાં જીવોત્પત્તિ થવાથી મલાઈ અભક્ષ્ય બને છે. પણ દહીં બની ગયા પછી તે અભક્ષ્ય ન રહે. કેમ કે રૂપાંતર થઈ ગયું છે. જેમકે, માખણ અભક્ષ્ય છે પણ માખણમાંથી થતું ઘી ભક્ષ્ય છે.
શંકા- ૪૫ર. દહીંમાં ખાંડ નાંખી હોય, તો તે દહીં બીજા દિવસે ખપી શકે ?
સમાધાન– ખપી શકે. બીજા દિવસે ખપી શકવામાં કારણ ખટાશ છે. કોઇકને એમ થાય કે દહીં બીજા દિવસે ખટાશના કારણે ખપે છે, પણ સાકર નાંખવાથી તે દહીં ગળ્યું થઈ જવાથી ખટાશ ન રહી, એટલે બીજે દિવસે ન ખપે, એવું માનીને તે ન ખપવાનું કહેતા હોય છે, પણ અહીં હકીકત એ છે કે સાકર નાખેલ દહીંમાં ખટાશ રહેલી જ છે. આમ છતાં સાકરના કારણે આપણને ખટાશ જણાતી નથી. આ વિષયમાં મતાંતર હોઈ શકે, છતાં મને જે લાગ્યું, તે અહીં જણાવ્યું છે.
શંકા- ૪૫૩. દૂધમાં ખાંડ નાંખી હોય એ ગળ્યું દૂધ જ મેળવ્યું હોય, તો એ દહીં બીજે દિવસે ખપી શકે ?
સમાધાન- હા, ખપી શકે. ખાંડ નાંખેલા ગળ્યા દૂધમાં દહીંનું મેળવણ નાખવાના કારણે જ દહીં જામે છે. ખટાશ વગર દહીં જામે જ નહિ. સાકર નાંખી હોવાના કારણે આપણને દહીંમાં ખટાશ જણાતી નથી, બાકીની વિગત પૂર્વોક્ત સમાધાનની જેમ જાણી લેવી.
શંકા- ૪૫૪. દહીંમાં બેકટેરીયા જીવો હોય છે એમ કહે છે તો તે જીવોનો પ૬૩ ભેદમાંથી કયા ભેદમાં સમાવેશ થાય ?
સમાધાન– તીર્થકરોએ બરોબર જામી ગયેલા દહીંમાં કોઈ જાતના જીવો જણાવ્યા નથી. માટે બેકટેરિયાની વાત જૈનશાસનને માન્ય ન ગણાય. જો દહીંમાં જીવો હોત તો તીર્થકરોએ માખણ વગેરેની જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org