________________
૧૯૨
શંકા-સમાધાન
કેવળ મીઠાના સંસ્કારથી અચિત્ત બને અને તે કટકા ત્રણ દિવસ સુધી ચાલે એવો વ્યવહાર જોવામાં આવે છે. ખટાશ અને ખારાશ બેના મિશ્રણથી વસ્તુ અચિત્ત થવામાં બાધ જણાતો નથી, એથી વર્તમાનમાં ઉપર લખેલ પ્રમાણે કાચી કેરીના કટકા પ્રબળ અગ્નિના સંસ્કાર વિના કેવળ પ્રબળ મીઠાના સંસ્કારથી અચિત્ત થાય અને ત્રણ દિવસ સુધી ચાલે એવો વ્યવહાર પણ યોગ્ય જણાય છે.
શંકા- ૪૦૭. કાકડી, કેરી વગેરે કાચાં-બરાબર પાક્યા ન હોય એવા ફળોમાંથી બીજ કાઢી નાખ્યા પછી બે ઘડી બાદ તે અચિત્ત થાય કે નહિ ?
સમાધાન- ન થાય. કેમકે તેમાં કટાહનો(=ગર્ભનો) જીવ પ્રથમ માફક રહે છે. આમ સેનપ્રશ્ન ગ્રંથના ચોથા ઉલ્લાસમાં જણાવ્યું છે. પ્રબળ અગ્નિ ઉપર રાંધવાથી અચિત્ત થાય અથવા મીઠા વગેરેનો પ્રબળ સંસ્કાર કરવાથી બે ઘડી બાદ અચિત્ત થાય.
શંકા– ૪૦૮. કોરડું મગ સચિત્ત કે અચિત્ત ? સમાધાન- આ વિશે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે, કોરડું મગ તથા હરડેના ઠળિયા આદિને અચિત્ત કહેલ છે, પણ તેની યોનિ સચિત્ત હોવાથી એટલે કે જીવોત્પત્તિનું સામર્થ્ય હોવાથી યોનિના રક્ષણ માટે તથા નિઃશૂકતા ન થાય, તે માટે દાંતથી ભાંગવા નહિ પણ મોઢામાંથી બહાર કાઢી નાખવું.
શંકા- ૪૦૯. કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી બાદ અચિત્ત થઈ જાય છે. ત્યારબાદ તેની અચિત્તતા પાણીના કાળ મુજબ ગણીને વ્યવહાર કરવો કે અચિત્ત થયા બાદ માત્ર બે ઘડી જ અચિત્ત ગણવું? પછી પુનઃ સચિત્ત થઈ જાય? તે શરબત અને છાશ આદિનો અચિત્તતાનો કાળ-સમય કેવી રીતે ગણવો. તે જણાવવા વિનંતી.
સમાધાન– કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી પછી અચિત્ત થાય. પછી તેનો કાળ તે તે ચોમાસીના ગરમ પાણીના કાળ જેટલો ગણાય. જેમકે કાર્તિક ચોમાસી પછી ચાર પ્રહર સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org