________________
- ૧૯૪
શંકા-સમાધાન
શંકા- ૪૧૪. દ્રાક્ષ લીલી કે કાળી અચિત્ત કેવી રીતે ગણાય ? દ્રાક્ષમાં નીકળતા રેસાને બી કહેવાય ?
સમાધાન– જે ફળમાં બીજ ન હોય તે ફળ અચિત્ત ગણાય. અમુક પ્રકારની દ્રાક્ષમાં બીજ હોતું નથી. માટે અચિત્ત ગણાય. દ્રાક્ષના રેસાને બીજ ન કહેવાય.
શંકા- ૪૧૫. કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો તે ચટણી સચિત્ત ગણાય કે અચિત્ત ?
સમાધાન– કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો પણ (પાણી ન નાખ્યું હોય તો) બે ઘડી પછી અચિત્ત થાય અને આવી ચટણી ત્રણ દિવસ સુધી અભક્ષ્ય ન થાય, અર્થાત્ ત્રણ દિવસ સુધી વાપરી શકાય.
શંકા- ૪૧૬. સુકાયેલું લસણ સચિત્ત કે અચિત્ત ? જો અચિત્ત મનાતું હોય તો તેવા પ્રકારના કારણોસર સાધુઓના ઔષધ માટે તેનો ઉપયોગ કરાય કે નહિ ?
સમાધાન– સુકાયેલું લસણ અચિત્ત છે અને તેવા વિશિષ્ટ કારણથી આદુમાંથી બનેલ સૂંઠની જેમ સાધુઓના ઔષધ માટે તેને ઉપયોગમાં લઈ શકાય. (એનપ્રશ્ન ઉ.૧ પ્ર.૫૭) આમ છતાં તેવા વિશિષ્ટ કારણથી જેમાં લસણ આવતું હોય તેવું ઔષધ મંગાવવું હોય તો પરિણત શ્રાવક પાસે મંગાવવું, જેથી તેને સાધુઓથી આ કેમ વપરાય એવો વિકલ્પ ન થાય અને ગમે ત્યાં તેની જાહેરાત પણ ન કરે.
શંકા- ૪૧૭. સચિત્તના ત્યાગીને કારણ પશે રાત્રિમાં પાણી પીવાની જરૂર પડે તો અચિત્ત પાણી પીવે કે ? સચિત્ત પીવે ?
સમાધાન- સચિત્તના ત્યાગીને તેવા અનિવાર્ય કારણથી રાત્રે પાણી પીવાની જરૂર પડે તો સાંજે તિવિહારનું પચ્ચખાણ લઈને અચિત્ત પાણી વાપરી શકે છે.
શંકા- ૪૧૮. ચોમાસામાં થયેલ લીલ-ફુગ કેટલા દિવસે અચિત્ત થાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org