________________
શંકા-સમાધાન
૧૬૩
સમાધાન– કરેમિભંતે વગેરે સૂત્રો બોલ્યા વિના ૫૦ નવકાર ગણે. શંકા- ૩૫૦. દેવસિઅ પ્રતિક્રમણમાં અઠ્ઠાઇજ઼ેસુ બોલ્યા પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસ્સગ્ગનો આદેશ ખમાસમણ આપીને માગવાનો છે કે ખમાસમણ આપ્યા વિના ?
સમાધાન– ખમાસમણ આપ્યા વિના આદેશ માગવામાં આવે છે. શંકા- ૩૫૧. પ્રતિક્રમણ દરમ્યાન સ્તવનની આંકણી સમૂહમાં ઝીલાવી શકાય કે નહિ ? એમાં કોઇ દોષ ખરો ?
સમાધાન– પ્રતિક્રમણ દરમિયાન સ્તવનની આંકણી સમૂહમાં ઝીલાવી શકાય. જોકે ધર્મસંગ્રહમાં “એક જણ મોટા (મધુર અને ઉચ્ચ) સ્વરે શ્રી જિનેશ્વરદેવનું સ્તવન કહે અને બીજા સર્વ સાવધાન થઇ બે હાથ જોડીને સાંભળે” એમ કહ્યું છે. તો પણ આંકણી સમૂહમાં ઝીલાવવામાં દોષ નથી. કારણ કે મહાપુરુષોનું કોઇ પણ વિધાન ભાવની વૃદ્ધિ માટે છે. આંકણી સમૂહમાં ઝીલાવવાથી આરાધકોના ભાવની વૃદ્ધિ થાય છે. ઉપદેશમાળામાં કહ્યું છે કે- “આ શાસનમાં એકાંતે સર્વ કાર્યમાં અનુજ્ઞા નથી અને એકાંતે સર્વકાર્યમાં નિષેધ નથી. નફો મેળવવાની ઇચ્છાવાળા વેપારીની જેમ લાભ-નુકસાનની તુલના કરીને ઘણો લાભ થાય તેવા કાર્યમાં પ્રવર્તવું.” આ વિધાનના આધારે આંકણી સમૂહમાં ઝીલાવવાથી આરાધકોના ભાવની વૃદ્ધિ થતી હોવાથી તેમાં કોઇ દોષ નથી. આપણે કોઇ પણ શાસ્ત્રવિધાનના માત્ર શબ્દો ન પકડવા જોઇએ, કિંતુ તાત્પર્યાર્થ વિચારવો જોઇએ.
શંકા— ૩૫૨. લાંબી મુસાફરીમાં એક સ્થળે સ્થિર બેસીને સામાયિક લેવા પૂર્વક પ્રતિક્રમણ કરવાનું શક્ય ન બને, ત્યારે ટ્રેન વગેરે ચાલતા વાહનમાં સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરી શકાય?
સમાધાન– કરી શકાય. અહીં સામાયિક વિના પાંચ આવશ્યક થયા ગણાય. તદ્દન પ્રતિક્રમણ રહી જાય તેના કરતાં આટલું થાય તે પણ લાભકારી છે.
શંકા ૩૫૩. શ્રી સંતિકર સ્તોત્રના આઠ આમ્નાયમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના અંતે સંતિકરું બોલવાનું
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International