________________
૧૮૨
શંકા-સમાધાન મુહપત્તિ કરવાની જરૂર નથી. કારણ કે ચોમાસામાં પફખી આવી જાય છે, સંવત્સરીમાં ચોમાસી અને પક્ખી આવી જાય છે.
શંકા- ૩૮૭. “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં', આટલું શ્રાવક બોલે પછી ગુરુ “છંદેણ' કહે કે “જાવણિજજાએ નિસીરિઆએ” બોલ્યા પછી છેલ્લે માત્ર “મFણ વંદામિ’ બાકી રહે ત્યારે છુંદણ” કહે?
સમાધાન– “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ” આટલું બોલાયા પછી ગુરુ “છંદણ” કહે.
શંકા- ૩૮૮. વંદન કરવા માટે શ્રાવક આજ્ઞા માગે ત્યારે ગુરુ છંદેણું' કહે છે કે “જહાસુખં કહે ?
સમાધાન- “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીરિઆએ” એમ બોલવામાં આજ્ઞાની માગણી આવી જાય છે. આથી શ્રાવક “હું આપને વંદન કરું” એમ પૂછવાની જરૂર રહેતી નથી. છતાં કોઈ પૂછે તો “છંદેણ”(તમારી જેવી ઇચ્છા) એમ કહે.
કાઉસગ્ન સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૮૯. ભગવાનના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા સુધી કે આખો લોગસ્સ ચિંતવવાનો ?
સમાધાન– ચંદેસુ નિમ્મલયરા સુધી ચિંતવવાનું હોય છે. આરાધના નિમિત્તક કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયરા સુધી, ઉપદ્રવ નિવારણાદિ નિમિત્તક કાઉસ્સગ્ન સાગરવર ગંભીરા સુધી, ભાવ અને શાંતિનિમિત્તક કાઉસ્સગ્ન સંપૂર્ણ લોગસ્સ સુધી ચિંતવવાનું વિધાન છે.
શંકા- ૩૯૦. કાઉસ્સગ્નમાં ચાર નવકાર ગણવાના હોય તેના બદલે વધુ ગણવા યોગ્ય છે ?
સમાધાન– કાઉસ્સગ્નમાં ચાર નવકાર ગણવાના હોય તે કાઉસ્સગ્નમાં ચાર જ નવકાર ગણવા જોઈએ, વધારે નહિ. વૈદ્યડૉકટરે એક સમયમાં ચાર ગોળી લેવાની કહી હોય તો શું વધારે ગોળીઓ લઈ શકાય ? શાકમાં મરચું જેટલું નાખી શકાય તેનાથી વધારે નાખે તો શું થાય? રોટલી કરવાની હોય ત્યારે લોટ બાંધવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org