________________
૧૭૪
શંકા-સમાધાન
એવો આગ્રહ શ્રાવકોની દર્શનશુદ્ધિમાં અંતરાય કરનારો ન ગણાય? આજે સાધુઓના અને શ્રાવકોના ઘણા આચારો અપવાદથી પળાઈ રહ્યા છે. જેમ કે શ્રાવકોના ઉપધાન, ઉપધાનમાં મૂળ વિધિમાં નીવિ છે જ નહિ. જયારે આજે મોટા ભાગે નીવિથી ઉપધાન કરાવાય છે. રાત્રિદર્શનનો વિરોધ કરનારા આનો વિરોધ કેમ કરતા નથી? દરેક ધર્મક્રિયા પ્રમાદ છોડીને વિધિપૂર્વક કરવી જોઈએ એમ શાસ્ત્રમાં કહ્યું છે. આમ છતાં એમ પણ કહ્યું છે કે પ્રમાદ આદિનો ત્યાગ ન થઈ શકે તો પણ શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવા પૂર્વક શુદ્ધ ધર્મના રાગી જીવે પ્રમાદ અને અવિધિથી કલુષિત પણ ધર્મનો ત્યાગ ન કરવો જોઇએ. બીજા પણ એક સ્થળે કહ્યું છે કે- “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું” એ ઉત્સુત્ર વચન છે. કેમ કે વિહિત અનુષ્ઠાન તદ્દન ન કરવાથી અધિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને અવિધિથી કરવાથી અલ્પ પ્રાયશ્ચિત્ત કહ્યું છે” આનો તાત્પર્યાર્થ એ થયો કે અવિધિ થઈ જતી હોય તો પણ વિધિ ઉપર બહુમાનભાવ રાખીને અવિધિવાળા અનુષ્ઠાનનો ત્યાગ ન કરવો જોઇએ. આથી “સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શન કરવા ન જવું જોઇએ, મંદિર બંધ કરવું જોઈએ” એવો આગ્રહ રાખવો તે કેટલું ઉચિત છે ?
શંકા- ૩૭૪. રાતે પ્રતિક્રમણ કર્યા પછી આરતી ઉતારાય ? ચૈત્યવંદન કરી શકાય ?
સમાધાન- મૂળવિધિ પ્રમાણે તો શ્રાવકોને સાંજે સૂર્યાસ્ત પહેલાં દર્શન વગેરે કરીને પછી પ્રતિક્રમણ કરવાનું છે. આથી મૂળવિધિ પ્રમાણે તો પ્રતિક્રમણ પછી દર્શન પણ કરવાનો વિધિ નથી. આમ છતાં અપવાદે વર્તમાનમાં પ્રતિક્રમણ પહેલાં દર્શન ન કરી શક્યા હોય એથી પ્રતિક્રમણ પછી દર્શન કરવા જાય અથવા ભાવના વગેરેમાં જાય તો આરતી ઉતારી શકે છે અને ચૈત્યવંદન પણ કરી શકે છે.
શંકા- ૩૭૫. ટ્રેનોમાં બસોમાં યાત્રા પ્રવાસોમાં કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના ભાવથી પ્રતિક્રમણ થઈ શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org