________________
શંકા-સમાધાન
૧૭૯
શંકા- ૩૮૩. સઝાય દરમિયાન બહેનો કેવી રીતે બેસે ? સમાધાન– બહેનોએ પ્રતિક્રમણમાં સજ્ઝાય દરમિયાન ઊભડક પગે બેસવું જોઇએ. તેમ ન ફાવે તો અનુકૂળતા મુજબ બેસી શકે છે. પૌષધમાં સવારની સઝાય ઊભા ઊભા કરવાની હોય છે.
શંકા- ૩૮૪. પ્રતિક્રમણ કરવા આવેલ ઉપવાસી શ્રાવક સાંજે સામાયિક લીધા પછી મુહપત્તિ પડિલેહીને વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે છે તેનું શું કારણ ?
સમાધાન– સામાચારી વગેરે ગ્રંથોમાં ભોજન કર્યું હોય તો વાંદણા આપ્યા પછી પચ્ચક્ખાણ ક૨વું એવો પાઠ છે. પણ ઉપવાસના દિવસે વાંદણા આપીને પચ્ચક્ખાણ કરવું એવો પાઠ નથી. માટે ઉપવાસના દિવસે વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે છે. આમ છતાં ઉપવાસમાં પણ મુહપત્તિ તો પડિલેહવી જોઇએ. કેમ કે તેના વિના પચ્ચક્ખાણ કરવું કલ્પે નહિ. એવી સામાચારી છે. (સેનપ્રશ્ન ઉલ્લાસ-૩ પ્રશ્ન-૪૨૮)
શંકા- ૩૮૫. પ્રતિક્રમણમાં આવતા કયા સૂત્રો સ્ત્રીઓ ન બોલે ? તથા ન બોલે તેનું કારણ શું ?
સમાધાન– નમોડર્હત્-નમોસ્તુ વર્ધમાનાય-વિશાલલોચનદલંવરકનકશંખ આ સૂત્રો સ્ત્રીઓ ન બોલે. આ સૂત્રો પૂર્વાન્તર્ગત હોવાની સંભાવના છે અને સ્ત્રીઓ પૂર્વે ન ભણી શકે, માટે આ સૂત્રો સ્ત્રીઓ ન બોલે. પુરુષોને જ્યાં નમોડર્હત્ બોલવાનું હોય છે, ત્યાં સ્ત્રીઓ કંઇ ન બોલે. પૂજા ભણાવતી વખતે સ્ત્રીઓ નમોડર્હત્તા સ્થાને નવકાર સૂત્ર બોલે છે. નમોડસ્તુ વર્ધમાનાય અને વિશાલલોચનદલં એ બેના સ્થાને સંસાર દાવાનલ સૂત્રની ત્રણ ગાથાઓ બોલે છે. વરકનક સૂત્ર બોલ્યા વિના ભગવાનહં વગેરે ચાર ખમાસમણા આપે છે.
શંકા- ૩૮૬. પૂ. આચાર્યદેવ સમક્ષ પખી, ચોમાસી કે સંવત્સરી મુહપત્તિ કરવી હોય તો તેની વિધિ શી છે ? સંવત્સરી મુહપત્તિ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org