________________
શંકા-સમાધાન
૧૭૭ કરે તેનાથી રાત્રિ પ્રતિક્રમણ ન થઈ શકે. રાતે ખાનારને પણ પ્રતિક્રમણ કરવાની છૂટ આપવામાં આવે તો સંભવ છે કે કેટલાક શ્રાવકો રાત્રિભોજનનો ત્યાગ થઈ શકે તેમ હોય તો પણ રાત્રિભોજનનો ત્યાગ કર્યા વિના પ્રતિક્રમણ કરનારા બને. માટે ધારણાભિગ્રહ કરીને પ્રતિક્રમણ કરવાની છૂટ જે શ્રાવક વર્ષોથી પ્રતિક્રમણ કરતો હોય, કોઈ પણ સંયોગોમાં પ્રતિક્રમણ કર્યા વિના રહેવું નહિ એવી ભાવનાવાળો હોય, પણ શારીરિક તેવી બીમારીને કારણે દુવિહાર પણ ન કરી શકે તેવા શ્રાવક માટે જ સમજવી. આવા શ્રાવકના બોલેલા સૂત્રોના આદેશ બીજાઓને ચાલે.
શંકા- ૩૮૦. ૨૨ જિનના સાધુઓને દોષ લાગે તો સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું હોય છે. પરંતુ ૨૨ જિનના શ્રાવકોને સવારસાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે કે દોષ લાગે તો જ કરવાનું હોય છે ?
સમાધાન– ૨૨ જિનના શ્રાવકોને સવાર-સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે. કારણ કે તેમને તો અવિરતિના કારણે દરરોજ દોષો=પાપો લાગે જ છે. - શંકા- ૩૮૧. પ્રતિક્રમણના દેવવંદનમાં શ્રાવકોએ ખેસ નાખવો જરૂરી ખરો ? જરૂરી હોય તો પ્રતિક્રમણના દરેક નમુત્થણંમાં પણ ખેસ નાખવો જોઈએ કે નહિ ?
સમાધાન– અરિહંતને ઉદ્દેશીને (અરિહંતને લક્ષ્યમાં રાખીને) કરાતી ક્રિયામાં શ્રાવકે ખેસ રાખવો જોઇએ. દેવવંદન અરિહંતને ઉદેશીને છે. આથી દેવવંદનમાં શ્રાવકે ખેસ પહેરવો જોઇએ. મૂળવિધિ પ્રમાણે તો દેવવંદન જિનમંદિરમાં જિનપ્રતિમા સમક્ષ કરવાનું છે પણ પૂર્વાચાર્યોએ કોઈ કારણથી દેવવંદનને પ્રતિક્રમણની વિધિમાં સ્થાન આપ્યું છે. આથી જિનમંદિરમાં દેવવંદન કરતી વખતે શ્રાવકોએ ખેસ નાખવો જરૂરી છે. આમ છતાં પ્રતિક્રમણમાં દેવવંદન કરતાં ખેસ નાખવો જરૂરી નથી. કારણ કે મૂળવિધિ પ્રમાણે પ્રતિક્રમણમાં શ્રાવકને ધોતિયા સિવાય અને સાધુને ચોલપટ્ટા સિવાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org