________________
૧૭૮
શંકા-સમાધાન
કોઈ વસ્ત્ર શરીરે પહેરવાનું-ઓઢવાનું નથી. પ્રતિક્રમણ ખેસ વિના જ કરવાની વિધિ છે. પ્રતિક્રમણમાં કરાતું દેવવંદન પ્રતિક્રમણરૂપ ગણાય. મૂળવિધિ પ્રમાણે તો પ્રતિક્રમણમાં દેવવંદન નથી. કારણ કે પ્રતિક્રમણ છ આવશ્યકરૂપ છે. છ આવશ્યકમાં દેવવંદન ન આવે. આમ છતાં પાછળથી પ્રતિક્રમણમાં દેવવંદન ઉમેરાયું છે. પ્રતિક્રમણમાં દેવવંદન કેમ ઉમેરાયું એનો વિચાર કરતાં જણાય છે કે શ્રાવકે ત્રિકાળ દેવવંદન કરવું જોઈએ એવું વિધાન છે. પ્રમાદના કારણે શ્રાવક ત્રિકાળ દેવવંદન ન પણ કરે. પ્રતિક્રમણની વિધિમાં દેવવંદન ઉમેરવામાં આવે તો પ્રતિક્રમણ કરનારને આ વિધિનું પાલન થાય. આવા આશયથી દેવવંદન પ્રતિક્રમણની વિધિમાં ઉમેરાયું હોય એવી સંભાવના છે. આમાં પરમાર્થ તો જ્ઞાની જાણે.
શંકા- ૩૮૨. શાકિનીએ કરેલા ઉપદ્રવને શાંત કરવા શ્રીમાન દેવસૂરિજી મહારાજે શાંતિસ્તોત્રની રચના કરી. એ શાંતિ સ્તોત્રને ભણવા-સાંભળવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને શાંતિ થઇ. તે વખતે ઉદયપુરમાં યતિજી બિરાજમાન હતા. શ્રાવકો હરવખત એ શાંતિ સાંભળવા આવતા હતા. તેથી કંટાળીને તેઓએ આને પ્રતિક્રમણની વિધિમાં દાખલ કરી. આવી રીતે કોઈ યતિ કોઈ સૂત્ર વિધિમાં દાખલ કરે તો ચાલે ?
સમાધાન- યતિએ પ્રતિક્રમણમાં શાંતિસ્તોત્ર દાખલ કર્યું એ કિંવદન્તી છે અને આ કિંવદન્તી બિલકુલ અસત્ય જણાય છે. સત્ય હકીકત આ પ્રમાણે છે
આ લઘુશાંતિ સ્તોત્ર પ્રતિદિન પોતે બોલવાથી અથવા બીજાની પાસે સાંભળવાથી અથવા એનાથી મંત્રેલા પાણીનો છંટકાવથી શ્રી સંઘમાં શાકિની દ્વારા કરાયેલો મરકીનો ઉપદ્રવ શમી ગયો, અને શાંતિ ઉત્પન્ન થઈ. ત્યારથી આજ સુધી પ્રાયઃ પ્રતિદિન લઘુશાંતિ પ્રતિક્રમણના અંતે બોલાય છે, એવો સંપ્રદાય છે.” (જુઓ પ્રબોધ ટીકા ભાગ બીજો પૃષ્ઠ પ૨૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org