________________
૧૭૦
શંકા-સમાધાન
શંકા- ૩૬૬. સંસારદાવાનલ સૂત્ર મહાવીર પ્રભુની સ્તુતિરૂપ છે. ઉવસગ્ગહર સૂત્ર પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ રૂપ છે. તો આ બંને સૂત્રો પખી પ્રતિક્રમણમાં સઝાયમાં કેમ બોલાય છે ?
સમાધાન- સજઝાય એટલે સ્વાધ્યાય. પૂર્વાચાર્ય વિરચિત ગાથાઓ કે શ્લોકો બોલવા. તે સ્વાધ્યાય જ ગણાય. આથી પૂર્વાચાર્યોની પરંપરાથી પકુખી પ્રતિક્રમણમાં સજઝાયમાં આ બે સૂત્રો બોલાય છે.
શંકા- ૩૬૭. સાંવત્સરિક પ્રતિક્રમણ અંધારું થાય તે પહેલાં પૂર્ણ કરવાનો રિવાજ કયા કારણથી શરૂ થયો છે ? એ રિવાજ ચાલુ રાખવા યોગ્ય છે કે નહિ ?
સમાધાન- સાંવત્સરિક પ્રતિક્રમણમાં આવનારા જીવો અનેક પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક પાપનો પશ્ચાત્તાપ થવાથી પાપનો નાશ કરવાની ભાવના વિના કુળરિવાજથી આવતા હોય છે. આવા જીવો અંધારાની તક મેળવીને તોફાન કરે, ઘોંઘાટ મચાવે, ટીખળી કરે અને એથી બીજાનું પણ પ્રતિક્રમણ ડહોળાય. અંધારાના કારણે કોણ તોફાન વગેરે કરે છે તે જાણી શકાય નહિ. આથી અંધારું પૂર્ણ થાય તે પહેલાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્ણ કરવાનો રિવાજ શરૂ થયો છે એમ વડીલો પાસેથી જાણવા મળ્યું છે.
હવે જો એ રિવાજ ચાલુ ન રાખવામાં આવે તો એ જ દોષ થવાની પૂરી શક્યતા છે. માટે એ રિવાજ ચાલુ રહે એ જ હિતાવહ જણાય છે.
શંકા– ૩૬ ૮. સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય તેવી સ્ત્રીઓને સાધ્વીજી મહારાજ દ્વારા ભા.સુ.૮ ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાવાય છે તે યોગ્ય છે ?
સમાધાન- સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય તેવી બહેનો ભા.સુ.૮ ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ ન કરી શકે. કારણ કે તેમ કરવામાં આજ્ઞાભંગ અને અનવસ્થા વગેરે દોષો થાય. તે આ પ્રમાણે- ભા.સુ.૪ ના જ સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. જે પ્રતિક્રમણ જે દિવસે કરવાનું વિધાન હોય તે પ્રતિક્રમણ તે દિવસે જ કરવું જોઈએ. આથી સંવત્સરી પ્રતિક્રમણ ભા.સુ.૪ સિવાયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org