________________
૧૬૮
શંકા-સમાધાન
શ્રાવક ગુરુ સમક્ષ બોલે છે. આથી તેમાં આલોચના આવી જાય. ગુરુ સમક્ષ દોષોને પ્રગટ કરવા તે આલોચના. વંદિત્તા સૂત્રમાં ગુરુ સમક્ષ બોલીને દોષો સંબંધી પ્રતિક્રમણ વગેરે કરે છે. તેથી તેમાં આલોચના આવી ગઈ ગણાય.
શંકા- ૩૬૧. પફખી આદિ પ્રતિક્રમણમાં છેલ્લું વંદિતુ સૂત્ર શ્રાવકો તસ્ય ધમ્મસ્સ સુધી જ બોલે કે આખું બોલે ?
સમાધાન- આખું બોલે. શંકા- ૩૬૨. ચાલુ અતિચારમાં છીંક આવે તો શું કરવું? પફખી આદિ પ્રતિક્રમણમાં અતિચાર સુધીમાં છીંક આવે તો ચૈત્યવંદનની ફરીથી શરૂઆત કરવી. અહીં “સુધી' શબ્દનો શો અર્થ થાય ?
સમાધાન- ચાલુ અતિચારમાં છીંક આવે તો કડેમણે કડે(= જે કાર્ય શરૂ કર્યું તે કાર્ય કર્યું ગણાય) એ નિશ્ચય નયની અપેક્ષાએ અતિચાર બોલાઈ ગયા ગણાય, એ દષ્ટિએ પ્રતિક્રમણ ચૈત્યવંદનથી ફરી શરૂ ન કરતાં મોટી શાંતિના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરી લેવામાં હરકત જેવું નથી. બીજું, અતિચાર સુધીમાં છીંક આવે એમાં વ્યાકરણની દૃષ્ટિએ બે અર્થ થાય. જેમ કે પાટલિપુત્ર સુધી વરસાદ થયો. અહીં સુધીનો “મર્યાદા' એવો અર્થ કરીએ તો પાટલિપુત્રની હદ સુધી વરસાદ થયો પણ પાટલિપુત્રમાં વરસાદ ન થયો; એવો અર્થ થાય. “અભિવિધિ” અર્થ કરવામાં આવે તો પાટલિપુત્રમાં પણ વરસાદ થયો, એવો અર્થ થાય. એટલે પ્રસ્તુતમાં સુધી શબ્દનો કે પહેલાં શબ્દનો મર્યાદા અર્થ કરીએ તો અતિચાર બોલવાની શરૂઆત થયા પછી છીંક આવે તો ફરીથી પ્રતિક્રમણ ન કરતા માત્ર કાઉસ્સગ્નથી ચાલે. વિચાર કરતા મને જે યોગ્ય લાગ્યું તે જણાવ્યું. પછી તો જે વખતે જે વડીલ હોય તે કહે તેમ કરવું યોગ્ય છે. હીરપ્રશ્ન(૮૧)માં જણાવ્યું છે કે “અતિચારની આલોચના પહેલાં જો છીંક આવે અને અવસર હોય તો ચૈત્યવંદનથી આરંભીને ફરીથી કરવું જોઈએ. આ પ્રમાણે વૃદ્ધસંપ્રદાય” છે. આમ છતાં હાલમાં તો અતિચાર પૂર્ણ બોલાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org